કોણ છે હિંડનબર્ગનો નવો શિકાર ‘જૅક ડોર્સી’? આવી રીતે શરૂ કરી હતી બ્લોક કંપની
અદાણી ગ્રૂપને નિશાન બનાવ્યા બાદ હવે હિંડનબર્ગે Twitterના સંસ્થાપક અને પૂર્વ CEO ‘જૅક ડોર્સી‘ પેમેન્ટ કંપની બ્લોક ઇન્ક. (Block Inc.) કંપની પર ફ્રોડ કર્યાનો આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રુપની સંપતિને ખૂબ નુકસાન થયું હતું ત્યારે જૅક ડોર્સીને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે. કોણ છે આ ‘જૅક ડોર્સી’ કે જે હિંડનબર્ગનો નવો શિકાર બન્યો છે તેમજ શું છે પેમેન્ટ કંપની બ્લોક (Block Inc.)? આવો આ બંને પ્રશ્નો વિશે તમને જણાવીએ.
જૅક ડોર્સી કોણ છે?
માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના ફાઉન્ડર રહેલ જૅક ડૉર્સીએ Twitter છોડ્યા પછી તેણે ટક્કર આપવા માટે એક નવું પ્લેટફોર્મ બ્લુસ્કાય (BlueSky) લોન્ચ કર્યું હતું. જૅક ડૉર્સી 2015 થી 2021 સુધી Twitterના ફાઉન્ડર રહેલ છે. 2006માં જૅક ડૉર્સીએ ઈવાન વિલિયમ્સ સાથે મળીને માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitterને તૈયાર કર્યા પછી તેણે યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બુદ્ધિશાળી હિંડનબર્ગ પોતાના દેશમાં SVB વિશે કેમ મૌન, લોકોએ હીંડનબર્ગની કરી ટીકા !
જૅક ડૉર્સીએ ક્યારે Twitter છોડ્યું
તમારા મનમાં આ પ્રશ્ન પણ ઉદભવતો હશે કે જૅક ડૉર્સીએ ક્યારે Twitter છોડ્યું હશે, તો આવો તમને આ વિશેની પણ માહિતી આપી દઈએ. નવેમ્બર 2021માં જૅક ડોર્સીએ Twitterમાંથી રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચો : અદાણી એન્ટરપ્રાઇઝે Grant Thorntonને હાયર કરવાની ખબરને ગણાવી અફવા
જૅક ડોર્સીનું જીવન
જૅક ડૉર્સીનો જન્મ અમેરિકાના સેન્ટ લુઇસમાં 19 નવેમ્બર 1976 ના રોજ થયો હતો, તેણે ડુ બૉર્ગ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. બાળપણથી જૅક ડૉર્સીને કોમ્પ્યુટરમાં રસ હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાઈસ્કૂલને અભ્યાસ પછી મિસૌરી કૉલેજમાં અભ્યાસ માટે એડમીશન લીધું પરંતુ અધવચ્ચે કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો. તેની કારકિર્દીની વાત કરીએ તો શરૂઆતમાં એક પ્રોગ્રામ પર કામ શરૂ કર્યું.
આ પણ વાંચો : ગૌતમ અદાણીએ આખરે મૌન તોડ્યું, વિનોદ અદાણીનો અદાણી ગ્રુપ સાથે શું છે સંબંધ ?
બ્લોક પહેલા સ્કાયર નામથી પણ જાણીતું હતું. હિંડનબર્ગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીની બ્લોક એપમાં ઘણી બધી ખામિયાઓ સામે આવી છે જેને કંપની છુપાવી રહી છે. તમને જણાવી દઈએ કે કોવિડ આવ્યા પછી બ્લોક ઇન્ક. (Block Inc.)ના આ પ્લેટફોર્મમાં તેજી જોવા મળી છે, આ તેજી એટલા માટે જોવા મળી હતી કે આ એપના માધ્યમથી 5.1 કરોડથી વધુ ટ્રાન્જેક્શન કરવામાં આવે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ એપની કેવી રીતે કમાણી કરે છે, તો તમને જણાવે છે જણાવી દઈએ કે આ એપ 35 ટકા રેવેન્યુ ઇન્ટરચેંજ ફીસના માધ્યમથી કમાય છે.
આ પણ વાંચો : શું તમે જાણો છો હિંડનબર્ગ કંપનીના અસલી માલિક નાથન એન્ડરસન કોણ છે ?
બ્લુસ્કાય(BlueSky) શું છે?
જૅક ડૉર્સીએ માર્ચ 2023ના પ્રારંભમાં Twitterને ટક્કર આપવા માટે યુઝર્સ માટે નવી ઍપ્લિકેશન બ્લુસ્કાઈ(BlueSky)ને લૉન્ચ કરવામાં આવી હતી. આ એપ વિશે વાત કરીએ તો આ એપ પર પણ Twitterની જેમ યુઝર્સ અન્ય લોકોને પણ ફોલો કરો, ટ્વીટ વગેરે અન્ય ઘણું કરી શકે છે. આ એપ એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે પરંતુ હાલમાંઆ એપ હજુ ટેસ્ટિંગ ફેજમાં છે.