22 વર્ષનો આ છોકરો છે પાકિસ્તાનની ટીમનો હીટમેન, 44 બોલમાં સદી ફટકારી એકલા હાથે મેચ જીતાડી દીધી


NZ vs PAK: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટી20માં સીરીઝ બચાવવા માટે ઉતરેલી પાકિસ્તાન ટીમની આશા જીવંત રહી છે. પાકિસ્તાન 22 વર્ષના યુવાન ખેલાડીએ એકલા જીતનો પાયો નાખી દીધો. આ ખેલાડીને પાકિસ્તાનની તોપ કહી તો પણ ખોટું નહીં હોય કેમ કે તે તોફાની બેટીંગ માટે ફેમસ છે. અમે વાત કરી રહ્યા છીએ હસન નવાઝની, જેણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રેકોર્ડતોડ સદી ઠોકી ટીમને જીત અપાવી દીધી.
7 વિકેટથી જીત્યું પાકિસ્તાન
પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કીવી ટીમ 204ના સ્કોર પર ધ્વસ્ત થઈ ગઈ. પાકિસ્તાન તરફથી શાહીન અફરીદી, અબરાર અહમત અને અબ્બાસ અફરીદીએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. ટીમના સ્ટાર બોલર હારિસ રઉફે 3 વિકેટ પોતાના નામે કરી. 205 રનના ટાર્ગેટ પાકિસ્તાન માટે અઘરો હતો. પણ હસન નવાઝે તેને એકતરફી બનાવી દીધો.
કોણ છે હસન નવાઝ
હસન નવાઝની ઉંમર ફક્ત 22 વર્ષની છે. તેનો જન્મ 2002માં લય્યાહમાં થયો હતો. તે ખાલી બેટીંગ જ નહીં પણ વિકેટકીપિંગ પણ કરે છે. 2022માં તેણે પાકિસ્તાન માટે ઘરેલૂ ક્રિકેટમાં નેશનલ ટી20 કપથી શરુઆત કરી હતી. તેણે પોતાની ઓળખ પાવર હિટિંગથી બનાવી. પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિએટર્સ તરફથી રમતા તેણે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
રચી દીધો ઈતિહાસ
હસન નવાઝે ફક્ત 45 બોલમાં 105 રનની શાનદાર ઈનિંગ્સ રમી, જેમાં 10 ચોગ્ગા અને 7 છગ્ગા જોવા મળ્યા હતા. તેણે ફક્ત 44 બોલમાં સદી ઠોકી દીધી. તેણે પાકિસ્તાન માટે સૌથી ઝડપી સદી ફટકારી બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ અગાઉ 2 મેચમાં હસન ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયો હતો.
આ પણ વાંચો: સુધરી જજો: કબૂતરને ચણ નાખશો અથવા રખડતા ઢોરને ખાવાનું આપશો તો મેમો ઘરે આવશે