ગુજરાત

કોણ કરાવી રહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સનો વેપાર, માસ્ટર માઇન્ડ કોણ ?

Text To Speech

ગુજરાત અને નશો હવે જાણે એકબીજાના પર્યાય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા અઠવાડિયામાં જ ગુજરાતના અલગ-અલગ જિલ્લામાં ડ્રગ્સ પકડાયાના કેસ સામે આવ્યા છે ત્યારે ગુજરાતમાં હવે ડ્રગ્સનું ચલણ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતમાં હમણાં અમદાવાદમાં જ એક પછી એક એમ બે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપી અનુક્રમે સારંગપુર અને રામોલ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપાયા હતા. ત્યારબાદ આજે પણ અમરેલી અને પંચમહાલમાં એમડી ડ્રગ્સ અને અફીણ સાથે આરોપીઓ ઝડપાયા છે. વર્ષ 2022માં જ લગભગ રૂપિયા 5,137 કરોડનું 31,000 કિલો ડ્રગ્સ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે હજુ વર્ષ 2023ની શરૂઆતમાં જ રાજ્યના અલગ અલગ જિલ્લામાં પકડાતો ડ્રગ્સ એ ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : મોરબીમાં ડ્રગ્સનું દૂષણ : LCB એ દરોડા પાડી 13.62 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો
drugs - Humdekhengenewsહમણાં છેલ્લા અઠવાડિયાની જ વાત કરવામાં આવે તો અમદાવાદમાંથી ડ્રગ્સના બે કેસ નોંધાયા હતા જ્યારે આજના જ દિવસમાં મોરબીમાં 136 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી પકડાયો છે જ્યારે પંચમહાલમાં અફીણના 1014 છોડ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જે રીતે દિવસે ને દિવસે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે.

Back to top button