ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોણ સારું – મોદી કે સોનિયા? PKએ આપ્યો આવો જવાબ, અમિત શાહ વિશે કહ્યું આવું

Text To Speech

PM મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીમાં થી કોણ શ્રેષ્ઠ છે? આવા સ્પષ્ટ અને અધરા સવાલનાં જવાબમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કહે છે કે બીજા દેશમાંથી ભારતમાં આવી અને રાજકારણમાં આટલી મોટી શક્તિ બનવું ખરેખર પ્રશંસનીય છે. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ બનાવેલ આભા પ્રશંસનીય છે. મોદી અંગે પ્રશાંત કહ્યું કે તેઓ જે જગ્યાએથી આવ્યા છે અને આજે જ્યાં છે, તે પણ એક મોટી ઉપલબ્ધિ છે.  પ્રશાંત કિશોરે સ્પષ્ટ રીતે કહ્યું કે ભારતનાં આ બે સર્વોચ્ચ રાજકારણીની સરખામણી કરવી સદંતર ખોટી છે. ઉલ્લેખનીય છે કે પ્રશાંત બનેં દિગ્ગજ રાજનેતા સાથે કામ કરી ચૂક્યા છે અને હાલ પોતાનો પક્ષ લવવાની વેતરણમાં છે. 

એક કાર્યક્રમમાં પ્રશાંત કિશોરે કહ્યું કે, તેઓ માને છે કે મોદી પછી અમિત શાહ ભાજપમાં સૌથી શક્તિશાળી નેતા છે. રાહુલ અને પ્રિયંકામાં કોંગ્રેસ માટે કોણ સારું છે તેવા સવાલ પર તેમણે કહ્યું કે આ નિર્ણય કોંગ્રેસે લેવાનો છે. અન્ય એક સવાલમાં તેમને પૂછવામાં આવ્યું કે તમારી પાસે બે લાડુ આવ્યા છે, જેમાં એક પર દેશના પીએમ અને બીજા પર બિહારના સીએમ લખેલું છે, તમે કયો લાડુ લેશો ? જો કે, ખંધા રાજકારણીની માફક ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંતે જવાબ આપ્યો હતો કે “હું પાણી પીવા દોડીશ”

ભાજપના સવાલ પર તેમણે કહ્યું કે એવું નથી કે તેને હરાવી શકાય નહીં. સંઘ અને તમામ રાજકીય મેળાવડા છતાં ભાજપને માત્ર 40 ટકા મતો જ મળે છે. એટલે કે 60 ટકા લોકો તેમની સાથે સહમત નથી. પીકેએ કહ્યું કે આંકડાઓથી સ્પષ્ટ છે કે ભાજપને હરાવી શકાય છે. ભાજપને હરાવા માટે વાતો ન ચાલે કે ફક્ત કરવા ખાતર કરવામાં આવતી મહેનત પણ ન ચાલે. ભાજપને હરાવા માટે સખત અને ગ્રાઉન્ડ પરની મહેનત અને ખંત અનિર્વાય છે. 

કોંગ્રેસનો મોહ કેમ નથી છુટી રહ્યો ? આ સવાલ પર પીકેએ કહ્યું કે આ તેમની ખાનદાની છે કે તેણે મને બોલાવ્યો. વાત આગળ ન વધી તે અલગ વાત છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના બંધારણમાં દરેક વસ્તુ માટે અલગ પોસ્ટ કે સેલ બનાવવામાં આવ્યો છે. જ્યાં મને ઓફર કરવામાં આવી રહી હતી, પરંતુ મને નથી લાગતું કે નિર્ણય લેવા માટે તે જગ્યા, સમય અને સંજોગ યોગ્ય હતા. પ્રશાંતનું સ્પષ્ટ પણે માનવું છે કે, દેશમાંથી કોંગ્રેસ ક્યારેય ખતમ નહીં થઈ શકે. આજની તારીખમાં ગાંધી પરિવાર કોંગ્રેસ માટે સૌથી યોગ્ય છે. હા, કોંગ્રેસને બેઠી કરવા માટે સુઘારા અનિવાર્ય છે. જો પાર્ટીમાં સુધારો થાય તો તે ચોક્કસપણે એક મોટી તાકાતમાં ફેરવાઈ શકે છે.

આરજેડી સુપ્રીમો લાલુ યાદવના પોતાના પર ટોણો મામલે કહી પણ કહેવાનું ટાળતા તેમણે કહ્યું કે બધા જાણે છે કે, તેમની સાથે મારા કેટલા સારા સંબંધો છે. તેઓ એક મહાન નેતા છે. કંઈપણ કહી શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત દ્વારા પોતાના પક્ષની બિહારમાંથી શરૂઆત કરવા મામલે લાલુએ કહ્યું હતું કે તેઓ આખા દેશની પરિક્રમા કરીને બિહાર તરફ આવી રહ્યા છે.

Back to top button