ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કલાકના 30 ડૉલર ચૂકવવાની ઑફર કોના સમર્થનમાં દેખાવો કરવા કરવામાં આવી રહી છે?

  • ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરવા માટે એમનેસ્ટી ઇન્ટરનેશનલ સાથે જોડાવાની વિવાદાસ્પદ પોસ્ટ

વોશિંગ્ટન DC, 26 જૂન: એમનેસ્ટી ઇન્ટરનેશનલ હાલ ચર્ચાનો વિષય બની છે, કારણ કે તેમના દ્વારા લોકોને એક જૉબની ઓફર આપવામાં આવી રહી છે. આ જૉબમાં એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા એવી કોઈપણ વ્યક્તિને 30 ડૉલર પ્રતિ કલાક ચૂકવવાની વાત કરવામાં આવી છે જે વ્યક્તિ અમેરિકામાં પેલેસ્ટિનિયન ધ્વજ સાથે દેખાવો કરવા તૈયાર હોય! આ એ જ એમનેસ્ટી ઈન્ટરનેશનલ સંસ્થા છે જેને થોડાં વર્ષ પહેલાં મોદી સરકારે ભારતમાં પ્રતિબંધિત જાહેર કરી હતી. ભારતમાં આ વિવાદાસ્પદ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું કામકાજ કથિત પત્રકાર આકાર પટેલ સંભાળતો હતો.

 

 

View this post on Instagram

 

A post shared by StopAntisemitism (@stop_antisemitism)

શું છે એમનેસ્ટી ઇન્ટરનેશનલની વિવાદાસ્પદ જોબ ઓફર?

હમાસના આતંકી હુમલાનો વિરોધ નહીં કરનાર એમનેસ્ટી ઈન્ટરનેશલ સંસ્થા આતંકને નાથવા માટેની વળતી કાર્યવાહીનો હંમેશાં વિરોધ કરે છે. અને એ સંદર્ભમાં થોડા દિવસ પહેલાં આ સંસ્થાએ દેખાવોમાં લોકોને સામેલ કરવા રીતસર જાહેરાત આપી છે. અમેરિકામાં આ દેખાવો દરમિયાન હિંસા અને તોડફોડ થશે તો તેની જવાબદારી કોની- એવી કોઈ સ્પષ્ટતા એમનેસ્ટીએ તેની આ જાહેરાતમાં કરી નથી. એમનેસ્ટી કહે છે, ઇઝરાયેલ, હમાસ અને અન્ય સશસ્ત્ર ગ્રુપ વચ્ચે ચાલી રહેલી દુશ્મનાવટની જંગ ત્યાં રહેતા સામાન્ય નાગરિકો માટે ખૂબ જ વિનાશક બની છે. અમે માંગ કરી રહ્યા છીએ કે કોંગ્રેસ (અમેરિકી સંસદ) અને બાઈડન વહીવટીતંત્ર નાગરિક પર વીતી રહેલી આવી વેદનાને સમાપ્ત કરવા માટે તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરે. તમે અમારી ડોર-ટુ-ડોર કેનવાસિંગ ટીમના ભાગ રૂપે લડવા માટે આજે જ અરજી કરો. તમે આ નોકરી તરત જ શરૂ કરી શકો છો! એમનેસ્ટી ઇન્ટરનેશનલ એ વિશ્વભરમાં કથિત માનવાધિકારના ઉલ્લંઘન સામે લડતી બિનનફાકારક સંસ્થા છે. DVCanvassએ એમનેસ્ટી ઇન્ટરનેશનલ સાથે મળીને ફંડ એકઠું કરતી ફેસ-ટુ-ફેસ સંસ્થા છે. સાથે મળીને, આપણે દરેક જગ્યાએ માનવ અધિકારોના રક્ષણ માટે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ.

 

Amnesty International
@Amnesty International

 

આ છે એમનેસ્ટી ઈન્ટરનેશનલની વિવાદાસ્પદ ઑફર

  1. અર્થપૂર્ણ કાર્ય જે સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે અસર કરે છે.
  2. ક્ષેત્રના આયોજકો/પ્રચાર કરનારાઓને તાલીમ અને સ્પર્ધાત્મક વેતન તરીકે $20-$30/કલાક પ્રાપ્ત થશે.
  3. $100- $200 સાપ્તાહિક બોનસ અને $600- $1000 માસિક બોનસ પણ ઉપલબ્ધ છે, આ ઉપરાંત મિત્રને સાથે લઈને આવો તો બંનેને $300 મિત્ર બોનસ મળશે.
  4. 401k(4 લાખ) સાથે મજબૂત આરોગ્ય, આંખ અને દાંતનો વીમો પણ મળશે.
  5. દર વર્ષે 25થી વધુ પેઇડ દિવસોની રજા.
  6. વ્યવસાયિક વિકાસ/વ્યવસ્થાપન અને મુસાફરીની તકો.
  7. મેનેજરો અને લવચીક સમયપત્રકને ધ્યાનમાં રાખો (રજાઓમાં ફૂલ-ટાઈમ અને પાર્ટ-ટાઈમ કામ કરવાની સુવિધા)

આ એક એન્ટ્રી લેવલ પોઝિશન છે. જેમાં તમારે અનુભવની જરૂર નથી, ફક્ત વિશ્વને વધુ સારું સ્થાન બનાવવાની ઇચ્છા હોવી જરૂરી છે. અમે તાત્કાલિક ભરતી કરવા ઈચ્છીએ છીએ તેથી જલ્દી અરજી કરો, તમે નોકરી તરત જ શરૂ કરી શકો છો! વધુ જાણવા માટે આજે જ અરજી કરો! આ એક વ્યક્તિગત કામ છે.

આ પણ જુઓ: વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં ચૂક, 4 લોકો ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા

Back to top button