કોણ છે ભારતીય મૂળના અરુણ સુબ્રમણ્યમ જે ન્યૂયોર્કના પ્રથમ દક્ષિણ એશિયાના જજ બનશે !
ભારતીય-અમેરિકન વકીલ અરુણ સુબ્રમણ્યમને રાષ્ટ્રપતિ જો બિડેને ન્યૂયોર્કના ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નામાંકિત કર્યા છે. સુબ્રમણ્યમ ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટ માટે કોર્ટમાં સેવા આપનારા પ્રથમ દક્ષિણ એશિયાના જજ હશે. યુએસ સેનેટે મંગળવારે સાંજે 58-37 મત દ્વારા સુબ્રમણ્યમના નામાંકનની પુષ્ટિ કરી હતી. સેનેટના બહુમતી નેતાઓએ કન્ફર્મેશન વોટ પછી તરત જ કહ્યું કે તેમણે અરુણ સુબ્રમણ્યનને સધર્ન ડિસ્ટ્રિક્ટ ઑફ ન્યૂ યોર્ક (SDNY) જજ તરીકે કન્ફર્મ કર્યું છે. સુબ્રમણ્યમે પોતાની કારકિર્દી લોકોના અધિકારો માટે લડવા માટે સમર્પિત કરી છે. તે સિવિલ લિટીગેશનના દરેક પાસામાં સીધા સંકળાયેલા છે.સુબ્રમણ્યને 2004માં કોલંબિયા લૉ સ્કૂલમાંથી જ્યુરિસ ડૉક્ટર (JD) અને 2001માં કેસ વેસ્ટર્ન રિઝર્વ યુનિવર્સિટીમાંથી બી.એ. તે ન્યુયોર્કમાં સુસ્મન ગોડફ્રે એલએલપીમાં પણ ભાગીદાર છે જ્યાં તેમણે 2007 માં કામ કરવાનું શરૂ કર્યું. તેમણે અત્યાર સુધીમાં જાહેર અને ખાનગી સંસ્થાઓને એક અબજ ડોલરથી વધુની ચૂકવણીની સુવિધા આપી છે.
આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરના બારામુલામાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓની ધરપકડ
અરુણ સુબ્રમણ્યમે 2006 થી 2007 સુધી યુનાઇટેડ સ્ટેટ્સની સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ રૂથ બેડર ગિન્સબર્ગ માટે કાયદા કારકુન તરીકે પણ સેવા આપી છે. ભારતીય મૂળના સુબ્રમણ્યમે અત્યાર સુધીમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી, જાહેર સંસ્થાઓમાં ખોટા દાવાઓ અને ઘણી વ્યક્તિઓની હેરફેરના કેસ હાથ ધર્યા છે.