હરિયાણાની VIP સીટો પર કોણ આગળ, કોણ પાછળ? જાણો સ્થિતિ
- રાજ્યમાં આ વખતે ઘણા મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે
ચંદીગઢ, 8 ઓકટોબર: હરિયાણા વિધાનસભાની તમામ 90 સીટોના ટ્રેન્ડ જાહેર થયા છે. અહીં પહેલા કોંગ્રેસે લીડ લીધી, હવે ભાજપને બહુમતી મળતી દેખાઈ રહી છે. રાજ્યમાં આ વખતે ઘણા મોટા ચહેરા ચૂંટણી મેદાનમાં છે. કુરુક્ષેત્રના લાડવા સીટથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, રોહતકની ગઢી સાંપલાથી ભૂપિંદર સિંહ હુડ્ડા, જુલાનાથી વિનેશ ફોગાટ, રાનિયાથી રણજીત સિંહ ચૌટાલા, ઉચાના કલાંથી દુષ્યંત ચૌટાલા, સિરસાથી ગોપાલ કાંડા અને હિસારથી સાવિત્રી જિંદાલ સહિત ઘણા મોટા ચહેરાઓ ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં આ VIP બેઠકોની શું છે હાલત? અહીં કયા પક્ષના ઉમેદવારે લીડ લીધી છે અથવા કયો મોટો ચહેરો પાછળ છે.
આ ઉપરાંત અંબાલા કેન્ટથી અનિલ વિજ, રેવાડી સીટ પરથી લાલુ પ્રસાદ યાદવના જમાઈ ચિરંજીવ રાવ, તોશામ બેઠક પરથી શ્રુતિ ચૌધરી, તોશામ બેઠક પરથી શ્રુતિ ચૌધરી અને અનિરુદ્ધ ચૌધરી ચૂંટણી મેદાનમાં છે.
VIP સીટો પર કોણ આગળ, કોણ પાછળ?
- વિનેશ ફોગાટ જુલાના સીટ પર આગળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર યોગેશ બૈરાગી 38 મતોથી પાછળ છે.
- લાડવા સીટ પરથી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની 9632 વોટથી આગળ ચાલી રહ્યા છે.
- ગોપાલ કાંડા સિરસાથી પાછળ રહી ગયા છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગોકુલ સેટિયાએ 1500થી વધુ મતોની લીડ લીધી છે.
- કોંગ્રેસ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલી કિલોઈ સીટ પરથી 46 હજાર વોટથી આગળ ચાલી રહ્યા છે.
- કોંગ્રેસ મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાના પુત્ર આદિત્ય સિંહ સુરજેવાલા કૈથલ સીટ પર 8000 વોટથી આગળ છે.
- ઉચાના કલાં બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બ્રિજેન્દ્ર સિંહ આગળ છે. તેઓ 3000 મતોથી આગળ છે. આ સીટ પર પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલા પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
- રાનિયા સીટ પર INLDના ઉમેદવાર અર્જુન ચૌટાલાએ સતત લીડ બનાવી રાખી છે. તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા પોતાના દાદા રણજીત સિંહ ચૌટાલાને પાછળ છોડ્યા છે.
- હિસાર બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા સાવિત્રી જિંદાલ આગળ ચાલી રહ્યા છે.
- રેવાડી સીટ પર લાલુ યાદવના જમાઈ અને કોંગ્રેસના ઉમેદવાર ચિરંજીવ રાવ પાછળ રહી ગયા છે. આ સીટ પર ભાજપના ઉમેદવાર લક્ષ્મણ યાદવે 1908 વોટથી લીડ મેળવી છે.
- કરનાલથી બીજેપી ઉમેદવાર જગમોહન આનંદ 4479 વોટથી આગળ છે.
- હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ ઉદય ભાન પોતાની હોડલ સીટ પર 637 વોટથી આગળ ચાલી રહ્યા છે.
આ પણ જૂઓ: મતગણતરી વચ્ચે રાહુલ ગાંધી સજાગ થયા, લખ્યું ‘જય હીંદ’