T20 વર્લ્ડકપટ્રેન્ડિંગસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ 2024 પોઈન્ટ ટેબલમાં ભારત કે ઓસ્ટ્રેલિયા કોણ આગળ?

  • ભારત અને ઓસ્ટ્રેલિયાએ સુપર 8ની તેમની પ્રથમ મેચ જીતી લીધી છે. આ કારણે બંનેને બે-બે પોઈન્ટ મળ્યા છે, પરંતુ આ પછી પણ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાથી પાછળ છે, ચાલો જાણીએ કેમ…

HD ન્યૂઝ ડેસ્ક, 21 જૂન: T20 વર્લ્ડ કપ 2024માં હવે સુપર 8 મેચો શરૂ થઈ ગઈ છે. 20 ટીમોથી શરૂ થયેલી આ સફર હવે માત્ર આઠ ટીમો સુધી સીમિત રહી છે. હવે થોડા દિવસો પછી વધુ ચાર ટીમો T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. આ દરમિયાન સુપર 8નું પોઈન્ટ ટેબલ ખૂબ જ રસપ્રદ બની રહ્યું છે. ટીમો એકબીજાને હરાવીને સેમીફાઈનલમાં પોતાનો દાવો રજૂ કરી રહી છે. ભારતીય ટીમે ભલે અફઘાનિસ્તાનને હરાવીને જીત ઉપર જીત મેળવી હોય, પરંતુ આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવ્યું છે અને તેના કારણે તેની નેટ રન રેટમાં સુધારો થયો છે.

સુપર 8 માટે બનાવવામાં આવ્યા છે બે ગ્રુપ

T20 વર્લ્ડ કપ માટે ICCએ બે ગ્રુપ બનાવ્યા છે. ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ 2ની વાત કરીએ તો તેમાં ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછી જો આપણે ગ્રુપ A એટલે કે ભારતીય ટીમના ગ્રુપની વાત કરીએ તો ભારત અને ઓસ્ટ્રેલિયા બંને પોતાની પ્રથમ મેચ જીતી ચૂક્યા છે. પરંતુ આ પછી પણ ઓસ્ટ્રેલિયન ટીમનું પ્રથમ સ્થાન યથાવત છે. તેનું કારણ નેટ રન રેટ છે. ઓસ્ટ્રેલિયન ટીમે એક મેચ જીતીને બે પોઈન્ટ મેળવ્યા છે અને તેનો નેટ રન રેટ 2.471 છે.

ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને

ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી. ટીમે પ્રથમ મેચ જીતીને બે પોઈન્ટ મેળવ્યા હતા અને તેનો નેટ રન રેટ 2.350 છે. એટલે કે ટીમ બીજા સ્થાને છે, પરંતુ તેનો NRR થોડો ઓછો છે. આવી સ્થિતિમાં આ ગ્રુપમાંથી કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચે છે તે જોવું રસપ્રદ રહેશે.

શું છે ગ્રુપ Bના હાલ?

આ પછી, જો આપણે બીજા ગ્રુપ એટલે કે B વિશે વાત કરીએ, તો ઇંગ્લેન્ડની ટીમ તેની પ્રથમ મેચ જીતીને અને 1.343ના નેટ રન રેટ સાથે પહેલા નંબર પર છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ પણ તેની પ્રથમ મેચ જીતીને બે પોઈન્ટ લીધા અને બીજા સ્થાને પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ 0.900 છે. યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો તેમની પ્રથમ મેચ હારી છે, તેથી તેઓ ત્રીજા અને ચોથા નંબર પર છે.

સુપર 8 પોઈન્ટ ટેબલ

પોઈન્ટ બરોબર હશે તો નેટ રન રેટ દ્વારા લેવામાં આવશે નિર્ણય

ભારતીય ટીમે તેની પ્રથમ મેચ જીતી લીધી છે અને હવે તેને 22 જૂને બાંગ્લાદેશ સામે રમવાની છે. જો ભારત આ મેચ પણ જીતી જાય છે તો તેના માટે સેમિફાઈનલનો રસ્તો લગભગ નિશ્ચિત થઈ જશે. પરંતુ પ્રયાસ રહેશે કે ત્રણેય સુપર 8 મેચ જીતીને સેમિફાઇનલમાં ટીમનું સ્થાન નિશ્ચિત કરી લે. પરંતુ જો ભારતીય અને ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટના હિસાબે ટાઈ થશે તો નેટ રન રેટના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યાર સુધી જે ટીમો જીતી છે તેમના માટે અંતિમ 4માં જવાની શક્યતા વધુ પ્રબળ બની છે, પરંતુ હવે બાકી રહેલી મેચો રમાયા પછી જ ખબર પડે કે સેમીફાઈનલમાં કઈ ચાર ટીમો પોતાનું સ્થાન નક્કી કરશે.

આ પણ વાંચો: BCCIએ ભારતીય ક્રિકેટ ટીમના 2024-25ના કાર્યક્રમની કરી જાહેરાત, જાણો વિગતો

Back to top button