કોણ છે આમીર ખાનનો જમાઈ નૂપુર શિખરે ?
બોલીવુડના જાણીતા અભિનેતા એવા આમીર ખાનની પુત્રી આયરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. આયરા ખાન અને નૂપુરની સગાઈની તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું આયર ખાને જેની સાતેહ સગાઈ કરી છે તે નૂપુર શિખરે છે કોણ ?
નૂપુર શિખરે ફિટનેસ ટ્રેનર છે
આમીરના ભાવિ જમાઈ નૂપુર શિખરે એક ફિટનેસ ટ્રેનર છે. નૂપુર શિખરેને ફિટનેસ અને કન્સલ્ટન્ટ એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે. સ્વાભાવિક છે કે એક ફિટનેસ ટ્રેનર હોવાથી તે પોતાની ફિટનેસને લઈને પણ ઘણો સજાગ હશે. અને આ વાત તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે.
કહેવાય છે કે નૂપુર શિખરે આમીર ખાનનો ટ્રેનર પણ રહી ચૂક્યો છે. આમીરની સાથે તેણે આયરાને પણ ફિટનેસની ટ્રેનિંગ આપી છે. આટલું જ નહીં, નૂપુર ઘણા વર્ષોથી અભિનેત્રી સુષ્મિતા સેનનો પણ ટ્રેનર રહી ચુક્યો છે.
આયરા અને નૂપુર શિખરે કેવી રીતે મળ્યા ?
આ વાત થઈ નૂપુર શિખરે કોણ છે. પરંતુ આયર અને નૂપુરની લવ સ્ટોરી શું છે અને બંન્ને કેવી રીતે મળ્યા ?તો હવે આપણે એ પણ જાણી લઈએ કે આયરા અને નૂપુર કેવી રીતે મળ્યા. રિપોર્ટ્સ અનુસાર, લોકડાઉન દરમિયાન આયરા તેના પિતા આમીરના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી.
2020 માં, પપ્પા આમીરના ઘરે આયરાની મુલાકાત નૂપુર સાથે થઈ અને તેની પાસેથી ફિટનેસની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન બંને સારા મિત્રો બની ગયા અને તેમની નિકટતા પ્રેમમાં બદલાય ગઈ.
હવે ધીમે ધીમે નૂપુર અને આયરા એકબીજાને જાણવા લાગ્યા. સોશિયલ મીડિયા પર આયરા અવારનવાર તેના બોયફ્રેન્ડ નૂપુર સાથેના ફોટા પોસ્ટ કરતી હતી. આ પછી આયરાએ પિતા આમીર ખાન અને માતા રીના દત્તાને નૂપુર સાથેના તેના સંબંધો વિશે વાત કરી.