કોણ છે 67 વર્ષીય બિલ ગેટ્સની નવી ગર્લફ્રેન્ડ?
માઈક્રોસોફ્ટના સ્થાપક અબજોપતિ બિલ ગેટ્સ હાલમાં પાઉલા હર્ડ સાથે પ્રેમમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને એક વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે જ્યાં બિલ ગેટ્સ 67 વર્ષના છે ત્યાં પાઉલા 60 વર્ષની છે. આ સિવાય પાઉલા ઓરેકલ(Oracle) કંપનીના દિવંગત સીઈઓ માર્ક હર્ડની પત્ની પણ છે. માર્ક હર્ડનું 2019 માં અવસાન થયું.
આ પણ વાંચો:બિલ ગેટ્સે કર્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ…જાણો વધુ વિગત
કહેવાય છે કે પ્રેમમાં કોઈ ઉંમર નથી હોતી અને તે કોઈપણ ઉંમરે થાય છે. દુનિયાના ટોપ ધનિકોમાં જેની ગણના થયા છે તેવા માઈક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સને 60 વર્ષીય પાઉલા હર્ડ સાથે પ્રેમ થઇ ગયો છે. પીપુલ મેગેજીન દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર 67 વર્ષના બિલ ગેટ્સને આઈટી કંપની ઓરેકલ (Oracle)ના પૂર્વ સીઈઓ માર્ક હર્ડની વિધવા પત્ની પાઉલા હર્ડને ડેટ કરી રહ્યો છે.
નોંધનીય છે કે માર્ક હર્ડનું કેન્સરની લાંબી બિમારીને લીધે 2019માં 62 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. તો બીજીબાજુ મીડિયા રીપોર્ટ અનુસાર વર્ષ 2021માં બિલ ગેટ્સે મેલિંડા ફ્રેંચ ગેટ્સથી તલાક લીધા હતા. ત્યારપછી હવે બિલ ગેટ્સ પાઉલા હર્ડ સાથે ડેટ કરી રહ્યો છે.
આ પણ વાંચો:ઋષભ પંત પર ઉર્વીશીએ નહીં પણ આ ‘ગર્લફ્રેન્ડે’ પ્રેમ વરસાવ્યો, જાણો ફોટો પર શું કમેન્ટ કરી
માઈક્રોસોફ્ટના સ્થાપકની ગર્લફ્રેન્ડ કોણ છે?
પાઉલા હર્ડ એક ઇવેન્ટ પ્લાનરનું કામ કરે છે. તે નેશનલ કૈશ રજીસ્ટર નામની કંપનીમાં કામ કરે છે. જેને કૈશરીન અને કૈલી નામની 2 પુત્રીઓ છે. માર્ક હર્ડ તેના પરિવાર માટે લગભગ 50 કરોડ ડોલર જેટલી સંપતિ મુકીને ગયા હતા જેથી પરિવારને કોઈ તકલીફ ન પડે. પાઉલા હર્ડના શિક્ષણની વાત કરીએ તો તેને ટેક્સાસ યુનિવર્સીટીથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કર્યો છે.
આ પણ વાંચો:એશિયન કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઈતિહાસ રચાયો : મનિકા બત્રા સેમિફાઇનલમાં પહોંચી
ઓસ્ટ્રેલિયન ઓપનમાં બિલ અને પાઉલા સાથે જોવા મળ્યાં હતા
ટેનિસ શોખીન ગેટ્સ અને પાઉલા ગત મહિને ઓસ્ટ્રેલિયન ઓપનમાં સાથે જોવા મળ્યાં હતા. એ સિવાય 2022માં ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની WTAની સેમીફાઈનલ મેચમાં પણ બંને સાથે બેઠેલા જોવા મળ્યાં હતા. એવું કહેવાય છે કે છેલ્લા 1 વર્ષથી બંને ડેટ કરી રહ્યા છે. ગત મહિને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બ્નીઝ અને બિલ ગેટ્સની મુલાકાત દરમિયાન પણ પાઉલા ત્યાં હાજર હતી. આમ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે.