વર્લ્ડ

WHOએ ચીનને લગાવી ફટકાર, કહ્યું કોરોનાના ડેટા જાહેર કર્યા બાદ કેમ હટાવ્યા ?

Text To Speech

WHOએ ચીન પર કોરોના વાયરસની ઉત્પત્તિ અંગેનો ડેટા છુપાવવાનો આરોપ લગાવ્યો છે. ચીનના વુહાન માર્કેટમાંથી ભેગી કરવામાં આવેલી જેનેટિક સામગ્રી એક રેકૂનડોગ્સના ડીએનએ સાથે મેચ થાય થાય છે. જેના કારણે કહેવામા આવી રહ્યું છે કે આ કૂતરાથી જ વાયરસ ફેલાયો છે.

WHOએ ચીનને કર્યા સવાલો

WHOએ કોરોના વાયરસના મૂળને જાહેર કરી શકે તેવા વૈજ્ઞાનિક સંશોધનને અવરોધિત કરવા માટે ચીનના અધિકારીઓને ઠપકો આપ્યો છે. ડબ્લ્યુએચઓએ ગઈ કાલે ચીનના અધિકારીઓને ત્રણ વર્ષ પહેલા ડેટા જાહેર ન કરવાના કારણો વિશે પૂછ્યું હતું. આ સાથે જ તેને ચીન દ્વારા જાન્યુઆરીમાં ઓનલાઈન જાહેર કરાયેલા ડેટાને હટાવવા માટેનું કારણ પણ પૂછ્યું હતું.

રેકૂન ડોગ્સથી ફેલાયો કોરોના વાયરસ

ઇન્ટરનેટ સ્પેસમાં ડેટા હટાવ્યા તે પહેલાં વાયરસ નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય ટીમે તેને ડાઉનલોડ કરી લીધા હતા અને તેના સંશોધનનું વિશ્લેષણ કરવાનું શરૂ કર્યું હતું. આ ટીમે જાહેર કર્યું કે ડેટા સુચવે છે કે કોરોના વાયરસ ગેરકાયદેસર રીતે વેચાયેલા રેકૂન ડોગ્સથી ફેલાયો હોઈ શકે છે. ચીનના વુહાન હુઆનન સીફૂડ હોલસેલ માર્કેટમાં મનુષ્યોને આ વાયરસનો ચેપ લગાવ્યો હતો.

ચીન કોરોના-humdekhengenews

જનીન સિક્વન્સને વૈજ્ઞાનિક ડેટાબેઝમાંથી હટાવી

ધ ન્યૂ યોર્ક ટાઈમ્સમાં જણાવ્યા અનુસાર, જ્યારે નિષ્ણાતોએ તેમના ચાઈનીઝ સમકક્ષો સાથે વિશ્લેષણમાં સહયોગ કરવાની ઓફર કરી, ત્યારે ટીમ અંતિમ પરિણામો સુધી પહોંચી શકી ન હતી કારણ કે વૈજ્ઞાનિક ડેટાબેઝમાંથી જનીન સિક્વન્સ હટાવી લેવામાં આવ્યા હતા.

ત્રણ વર્ષ પહેલા ડેટા જાહેર કરવા જોઈતા હતા

ડબ્લ્યુએચઓના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, “આ ડેટા ત્રણ વર્ષ પહેલાં જાહેર કરવાના હતા” તેમણે કહ્યું કે હટાવેલા પુરાવાઓને હવે તરત જ આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જાહેર કરવાની જરૂર છે. ડેટાની સમીક્ષા કરી રહેલી નિષ્ણાત ટીમના જણાવ્યા અનુસાર, સંશોધન પુરાવા આપે છે કે કોરોના વાયરસ રેકૂન ડોગ્સથી ફેલાય છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, આજે 5 કાર્યક્રમમાં હાજરી આપશે

Back to top button