દુનિયા માટે વધુ એક મહામારી સામે આવી રહી છે. તાજેતરમાં જ કોરોના મહામારીની વચ્ચે હવે દુનિયામાં મંકિપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. 70થી વધુ દેશોમાં ફેલાયેલા મંકિપોક્સને લઈને આખરે વિશ્વ આરોગ્ય સંગઠ (WHO)ને મોટો નિર્ણય લીધો છે.
આજે WHO દ્વારા દુનિયામાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મંકિપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી દીધો છે. WHOના ડીજી Tedros Adhanomએ એવું જણાવ્યું કે મંકિપોક્સ 70થી વધુ દેશોમાં ફેલાયો છે અને તેથી મેં તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે મંકીપોક્સનો પ્રકોપ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બનશે. જાહેર આરોગ્ય કટોકટી લાદવામાં આવી રહી છે.
???? BREAKING:
"For all of these reasons, I have decided that the global #monkeypox outbreak represents a public health emergency of international concern."-@DrTedros pic.twitter.com/qvmYX1ZBAL— World Health Organization (WHO) (@WHO) July 23, 2022
70થી વધુ દેશોમાં ફેલાયો
મંકિપોક્સ હાલમાં 70થી વધુ દેશોમાં ફેલાયો છે અને દિનપ્રતિદિન કેસ વધી રહ્યાં છે. આને કારણે વિશ્વ આરોગ્ય સંગઠનને વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. જો કે ભારત માટે રાહતની વાત છે કે, ભારતમાં હાલમાં મંકિપોક્સના 3 કેસ નોંધાયેલા છે અને 3 કેરળમાં છે.
મંકીપોક્સ શું છે ?
મંકીપોક્સ એક વાયરસ છે. જે સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1970માં પહેલી વાર સાઉથ આફ્રિકામાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી 70થી વધુ દેશોમાં વાયરસના 7 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.
આ પણ વાંચો : કોરોના તો ઠીક પરંતુ મંકિપોક્સ અને મારબર્ગ સહિતના ખતરનાક વાયરસે વિશ્વમાં ફેલાવ્યો ડર
શું છે મંકીપોક્સના લક્ષણો
મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છએ. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે.
શા માટે મંકિપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાયો ?
- WHO ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, “મેં નક્કી કર્યું છે કે વૈશ્વિક મંકીપોક્સનો ફેલાવો જાહેર આરોગ્ય પર આંતરરાષ્ટ્રીય ચિંતા દર્શાવે છે
- WHOએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા મંકીપોક્સનો રોગચાળો યોગ્ય જૂથોમાં યોગ્ય વ્યૂહરચનાથી અટકાવી શકાય છે.
- આ વર્ષે અત્યાર સુધીમાં ડબ્લ્યુએચઓના 70 સભ્ય દેશોમાંથી મંકીપોક્સના 16,000 થી વધુ કેસ અને પાંચ મૃત્યુ નોંધાયા છે.
- મંકિપોક્સને કટોકટી જાહેર કરી રહ્યાં છીએ કારણ કે તે જરૂરી છે કે તમામ દેશો મંકીપોક્સનો સામનો કરવા માટે અસરકારક માહિતી અને સેવાઓ ડિઝાઇન કરવા અને પહોંચાડવા માટે નજીકથી કામ કરે.
- હાલમાં મંકીપોક્સની કોઈ ખાસ સારવાર નથી. દર્દીઓને સામાન્ય રીતે નિષ્ણાત હોસ્પિટલમાં રહેવાની જરૂર હોય છે જેથી ચેપ ન ફેલાય અને સામાન્ય લક્ષણોની સારવાર થઈ શકે.