ટ્રેન્ડિંગવર્લ્ડ કપસ્પોર્ટસ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોનું પલ્લું ભારે? સચિને શું કહ્યું?

IND VS PAK : વર્લ્ડ-કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો 14 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. તે પહેલા ક્રિકેટરના ભગવાન અને ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર  સચિન તેંડુલકરે ભારતીય ટીમના વખાણ કર્યા છે.

ભારતે મેળવી ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે મેળવી જીત

ભારતે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતને 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો.તેના જવાબમાં 41.2 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર ભારતે આ લક્ષ્યાંક પૂરો કર્યો હતો અને આ સાથે ભારતે 6 વિકેટથી જીત મેળવી હતી.

આ બાદ ભારતની બીજી મેચ અફઘાનિસ્તાન સામે ગઈ કાલે અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 273 રનનો ટાર્ગેટ સામે ભારતીય ટીમના કેપ્ટનના સોંથી ઝડપી સદી સાથે શાનદાર 131 રન કર્યા હતા તેમાં ભારતે આ લક્ષ્યાંક 35 ઓવરમા આ મેચ  જીતી લીધી હતી.

ભારતીય ટીમ પહોચી અમદાવાદ

14 તારીખે રમાનારી મેચમાં ભારતીય ટીમ પાકિસ્તાન સામેના મુકાબલા સામે આજે અમદાવાદ પહોચી ચુકી છે.

પાકિસ્તાન ટીમ પહોચી ચુકી છે અમદાવાદ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ના મહામુકાબલા પહેલા ગઈ કાલે પાકિસ્તાનની ટીમ અમદાવાદ આગમન થઇ ગયું હતું

અમદાવાદમાં ટકરાશે ભારત અને પાકિસ્તાન 

14 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે

ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે કર્યા  બુમરાહ અને રોહિતના વખાણ

ભારત અને પાકિસ્તાનના મુકાબલા પહેલા ક્રિકેટના ભગવાન અને ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના વખાણ કર્યા છે.

જયારે કેપ્ટન શર્માની અફઘાનિસ્તાન સામે સૌથી ઝડપી સદી અને જસપ્રીત બુમરાહએ શાનદાર  પ્રદર્શન કર્યું છે.આ સાથે  સચિન તેન્ડુલકરે આ પ્રદર્શનથી  ખુબ જ પ્રભાવિત દેખાયો અને આ સાથે ભારત પાકિસ્તાન સામેની મેચ માટે સંપૂર્ણ તૈયાર છે..

સચિન તેંડુલકરે કર્યા વખાણ

રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહની તસવીર શેર કરતા સચિને લખ્યું, ‘રોહિત અને બુમરાહનું બેનું શાનદાર પ્રદર્શન. તેને બેટિંગ અને બોલિંગ યુનિટ્સ તરફથી ઉત્તમ સપોર્ટ મળ્યો. બે મેચોમાં અમે બે ખેલાડીઓને ખૂબ જ અલગ ભૂમિકા ભજવતા જોયા. 14 ઓક્ટોબરની તૈયારીઓ જોરદાર જોવા મળી રહી છે. અમે રાહ જોઈ રહ્યા છીએ.

પોઈન્ટ  ટેબલમાં  ભારત  બીજા ક્રમ પર

ભારત અને પાકિસ્તાન મેચ પહેલા ભારતે અફઘાનિસ્તાન સામેની જીત સાથે પોઈન્ટ  ટેબલમાં  ભારત બીજા ક્રમ પર અને જયારે પાકિસ્તાન શ્રીલંકા સામેની જીત બાદ ત્રીજા ક્રમ પર છે.

 

અફઘાનિસ્તાનની મેચ બાદ શું કહ્યું રોહિત શર્મા એ..?

અફઘાનિસ્તાન સામેની મેચનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરાયેલા રોહિતે ભારતની આઠ વિકેટની જીત બાદ કહ્યું કે, બેટિંગ કરવા માટે તે સારી પીચ હતી. હું મારી કુદરતી રમત રમવા માટે મારી જાતને ટેકો આપતો હતો. હું જાણું છું કે એકવાર હું મારી નજર નક્કી કરીશ, વિકેટ પર બેટિંગ કરવી સરળ બની જશે.

આ પણ વાંચો : IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચમાં શુભમન રમે તેવી શક્યતા

Back to top button