ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મોરબીના ઝુલતા બ્રિજની પરવાનગી આપી કોણે, પુલ તુટવાનુ ચોંકાવનારું કારણ સામે આવ્યું

Text To Speech

મોરબીમાં ગોઝારો રવિવાર સાબિત થયો છે. દિવાળીના વેકેશનમાં આજે રવિવાર હોવાથી લોકો પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. જેમાં મોરબીનો ઝૂલતો પુલ શરૂ થતા અમદાવાદની મેટ્રોની સવારી કરવા લોકોની ભીડ જામે છે. તેમ મોરબીમાં ઝૂલતો શરૂ થતા મોરબીવાસીઓ ઉત્સાહમાં આવી પુલ પર નજારો જોવા ભેગા થયા હતા.

 

આ પણ વાંચો: મોરબીમાં ઝૂલતો પુલ તુટતા રાજકીય માહોલ ગરમાયો, કોનો લેવાશે ભોગ!

બ્રિજ પર 100 લોકો જઇ શકે તેટલી ક્ષમતા હતી

ઝુલતા પુલના ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ તેમને બ્રિજ ખુલો મૂકવાની પરમિશન આપી જ નથી. તો પછી પરમિશન વગર જ બ્રિજ ખુલ્લો મુકાયો તેની પાછળ જવાબદાર કોણ ? અને કોના કહેવાથી બ્રિજ ખુલ્લો મુકાયો અને બ્રિજનું સમારકામ થઈ ગયું હતું તેની પૃષ્ટિ ક્યાં અધિકારીએ કરી હતી તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે પુલ પર આશરે 500 લોકો હોવાનો અંદાજ છે. મેઈન્ટેનન્સ બાદ તાજેતરમાં જ સામાન્ય પ્રજા માટે આ બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. એક માહિતી પ્રમાણે બ્રિજ પર 100 લોકો જઇ શકે તેટલી ક્ષમતા હતી. જેમાં 500થી વધુ લોકોને બ્રિજ પર જવાની મંજૂરી આપતા આ ગોઝારી ઘટના બની છે. તેમાં જવાબદાર લોકો સામે પગલા લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું છે.

આ પણ વાંચો: મોરબી : ઐતિહાસિક પુલ ફરી એકવાર પાણીમાં, જાણો શું છે ઝૂલતાં પુલનો ઇતિહાસ

બ્રિજ પર ઓવરલોડ થયુને દુર્ઘના સર્જાઇ

બ્રિજ પર આશરે 400થી 500 લોકો હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે એક વ્યક્તિનું સરેરાશ 60 કિલો વજન ધ્યાનમાં રાખીએ તો બ્રિજ પર જે તે સમયે 30 હજાર કિલો એટલે કે 30 ટન વજન હોવાનું અનુમાન લગાવી શકાય. ત્યારે કેપેસિટી કરતા વધારે ટોળું ભેગું થયું હોવાના લીધે આ દુર્ઘટના સર્જાઈ હોય એમ લાગે છે. મોરબી ખાતે મચ્છુ નદી પરનો ઝુલતો બ્રિજ તુટી પડવાની ઘટનામાં માહિતી સામે આવી રહી છે કે મોરબી સ્ટેટ સમયના આ બ્રિજનું મેઈન્ટેનન્સ કરી અને લોકોના મનોરંજન માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ જૂની ડિઝાઈનનો હતો, જેની પર મહત્તમ 100 લોકોનું વજન ઝીલી શકે એટલી કેપેસિટી હોવાનું સરકારના જાણકાર અધિકારીઓ જણાવી રહ્યા છે. જેમાં હર્ષ સંઘવીએ અત્યારે અમદાવાદ એરપોર્ટ જણાવ્યું છે કે  7 મોત 70 હોસ્પિટલમાં છે. પણ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે. તેમજ હોસ્પિટમાં મોતનો આંકડો વધતો જાય છે તેમ સુત્રોએ જણાવ્યું છે.

Back to top button