ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવિશેષ

લવ જેહાદનો કેસ પકડવા બદલ અમદાવાદ રેલવે પોલીસને કોણે આપ્યા અભિનંદન?

અમદાવાદ, 15 સપ્ટેમ્બર, 2024: અમદાવાદ રેલવે પોલીસે લવ જેહાદનું એક મોટું રેકેટ પકડી પાડ્યું છે અને મોહમ્મદ શાહબાઝ ખાન નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ માણસે નકલી હિન્દુ ઓળખ બનાવી હતી અને એ દ્વારા મોટી સંખ્યામાં હિન્દુ મહિલાઓ અને છોકરીઓને ફસાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદના આ કેસનો પર્દાફાશ કરવા બદલ અમદાવાદ રેલવે પોલીસને અભિનંદન પાઠવ્યા છે.

અહેવાલ અનુસાર, મોહમ્મદ શાહબાઝ ખાને હર્શિત ચૌધરી નામે નકલી આધાર કાર્ડ તેમજ સૈન્યનું નકલી ઓળખકાર્ડ બનાવી લીધું હતું અને સોશિયલ મીડિયા ઉપર હિન્દુ મહિલાઓ તથા છોકરીઓનો સંપર્ક કરીને પોતે સૈન્યમાં મેજર હોવાનો અને કુંવારો હોવાનો દાવો કરતો હતો. આ રીતે તેણે આખા દેશમાં 15 કરતાં વધુ છોકરીઓને ફસાવીને તેમનું શારીરિક શોષણ કરવા ઉપરાંત આર્થિક શોષણ પણ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

વાસ્તવમાં,થોડા દિવસ પહેલાં ગુજરાતમાં વંદે ભારત ટ્રેનમાંથી એક સૂટકેસની ચોરીનો બનાવ બન્યો તેમાંથી આ આખો કેસ બહાર આવ્યો છે. સૂટકેસની ચોરી અંગે અમદાવાદ રેલવે પોલીસમાં ફરિયાદ આવી હતી. પોલીસે CCTV જોયા અને તેમાં એક વ્યક્તને શંકાસ્પદ હાલતમાં જોયો. તેની સીટ નંબરના આધારે તેની ઓળખ રાજસ્થાનના હર્ષિત ચૌધરી તરીકે થઈ હતી. પોલીસે 5મી સપ્ટેમ્બરે તેની ધરપકડ કરી હતી અને તેને પૂછપરછ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન એ જાહેર થયું કે આ અપરાધી હર્ષિત ચૌધરી નહીં પરંતુ શાહબાઝ મુશ્તાક અલી ખાન છે જેણે હિન્દુ તરીકે નકલી ઓળખ ઊભી કરેલી છે.

આ કેસમાં વધુ ઊંડી તપાસ કરવામાં આવતા શાહબાઝ ચોર હોવા ઉપરાંત લવ જેહાદ કરી રહ્યો હોવાના પુરાવા મળ્યા હતા. જેને પગલે મંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે શનિવારે તેમના સોશિયલ મીડિયા દ્વારા અમદાવાદ રેલવે પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

હર્ષ સંઘવીએ લખ્યું કે,

અમદાવાદ રેલવે પોલીસે એક મોટા લવ જેહાદ કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં એક શંકાસ્પદ સંડોવાયેલી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે જેણે અનેક હિન્દુ મહિલાઓને નિશાન બનાવી હતી.

આરોપી, મોહમ્મદ શાહબાઝ ખાન તરીકે ઓળખાયો, તે પોતાને આર્મી મેજર હર્ષિત ચૌધરી તરીકે ઓળખાવતો હતો, તેણે બનાવટી દસ્તાવેજો બનાવ્યા, જેમાં આધાર કાર્ડ અને આર્મી આઈડીનો સમાવેશ થાય છે.

શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે પીડિતાઓનો સંપર્ક કરતો હતો, લગ્નનું વચન આપતો અને તેમનું આર્થિક અને શારીરિક શોષણ કરવા માટે લગ્નની સાઇટ્સનો ઉપયોગ કર્યો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે ખાને મુંબઈ, અમદાવાદ, બહુચરાજ અને યુપી સહિત સમગ્ર ભારતમાં 15 થી વધુ મહિલાઓને નિશાન બનાવી હતી.

આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ એક ખૂબ જ મોટો ઘટસ્ફોટ છે જે દરેકને જાણવો જોઈએ! મોહમ્મદ શાહબાઝ ખાને દુષ્કર્મ કર્યું હોવાનું રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે
હિન્દુ યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને અત્યાચાર કર્યો છે!

આવા કિસ્સાઓમાં આપણે સાવધ રહેવું જોઈએ અને આપણી દીકરીઓ અને બહેનોને ચેતવવી જોઈએ! આ મોટા કેસનો પર્દાફાશ કરવા બદલ અમદાવાદ રેલવે પોલીસને અભિનંદન!”

આ પણ વાંચોઃ જૂઠડાઓની ટોળકી, સાંભળો!! ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોને આવું કહ્યું?

Back to top button