ટ્રેન્ડિંગસ્પોર્ટસ

વર્લ્ડ કપમાં કિંગ કોહલી ઝંઝાવાત મચાવશે એવો દાવો કોણે કર્યો?

  • વન-ડે વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી યોજાવા જઈ રહ્યો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ પ્રેમીઓની નજર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ટકેલી છે. ત્યારે વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માએ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

ICC વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે કંઈ વાર રહી નથી. આ વખતે વર્લ્ડકપ ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી શરુ થશે અને 19 નવેમ્બર સુધી રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ચાહકોની નજર પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર ટકેલી છે. કોહલી પોતાનો ચોથો વર્લ્ડ કપ રમવા જઈ રહ્યો છે, તેણે તાજેતરના સમયમાં ખૂબ જ જોરદાર પ્રદર્શન કર્યું છે, તેથી તેની પાસેથી બધાને અપેક્ષાઓ ઘણી વધારે છે.

વિરાટ કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્માને પણ આશા છે કે કોહલી અને ભારતીય ટીમ ICC વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરશે. શર્માએ આશા વ્યક્ત કરી છે કે કોહલીએ છેલ્લા 8 મહિનામાં જે રીતે બેટિંગ કરી છે, તે વર્લ્ડ કપમાં પણ તે આ લયને ચાલુ રાખશે. તેણે કહ્યું કે ભારતીય ટીમે પણ યોગ્ય સમયે લય પકડી લીધો છે. ક્રિકેટ ટીમની તમામ ખામીઓ દૂર કર્યા બાદ તે જીતોના તાજ ની પ્રબળ દાવેદાર બની ગઈ છે.

કોહલીએ આ વર્ષે વનડેમાં કર્યું જોરદાર પ્રદર્શન

શર્માએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘મને આશા છે કે વિરાટ વર્લ્ડ કપમાં સારો દેખાવ કરશે. તે શાનદાર ફોર્મમાં છે અને તેણે છેલ્લા 6-8 મહિનામાં ભારતીય ટીમને ઘણી મેચો જીતાડી છે. દરેક વ્યક્તિ તેની ક્ષમતા વિશે જાણે છે. તે છેલ્લા 15 વર્ષથી સતત ભારતીય ટીમમાં યોગદાન આપી રહ્યો છે. આ વર્ષે કોહલીએ 16 ODI મેચોની 13 ઇનિંગ્સમાં ત્રણ સદી અને બે અડધી સદીની મદદથી 612 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 55થી વધુ રહી છે.

શર્માએ કહ્યું, ‘તે અત્યારે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે અને સકારાત્મક વલણ સાથે બેટિંગ કરી રહ્યો છે. વર્ષ 2020, 2021 અને 2022 કોહલી માટે ખૂબ જ નિરાશાજનક રહ્યા. આ સમયગાળા દરમિયાન, તેણે 23 ODI ઇનિંગ્સમાં 37 ની સરેરાશથી 862 રન બનાવ્યા, જેમાં માત્ર એક સદી સામેલ છે. આ અંગે કોચે કહ્યું, ‘કોહલી તે સમયે પણ સારી બેટિંગ કરી રહ્યો હતો, કમનસીબે તે પોતાની શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો. તે 30-40 રન સુધી પહોંચ્યા પછી મોટો સ્કોર કરવા માટે જાણીતો છે. હું તે સમયે પણ ચિંતિત નહોતો કારણ કે તેની બેટિંગ સારી ચાલી રહી હતી.

રાજકુમાર શર્માએ ભારતીય ટીમ વિશે શું કહ્યું? 

રાજકુમાર શર્માએ કહ્યું કે ભારતીય ટીમે વર્લ્ડ કપ માટે યોગ્ય સમયે વેગ પકડ્યો છે અને ટૂર્નામેન્ટ પહેલા રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે દરેક ઉણપને દૂર કરી છે. તેણે કહ્યું, ‘ભારત પાસે હાલમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ ઝડપી બોલિંગ આક્રમણ છે. બુમરાહની વાપસી સાથે ઝડપી બોલિંગ વધુ તેજ બની ગઈ છે. તેની બોલિંગ ટીમને ઘણું સંતુલન આપે છે. પહેલા મિડલ ઓર્ડરમાં ચિંતા હતી, પરંતુ હવે ત્યાં પણ કોઈ સમસ્યા નથી. શ્રેયસ ઐયરની વાપસી અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેની શાનદાર બેટિંગથી આ ચિંતાઓ દૂર થઈ ગઈ છે.

શ્રેયસ અય્યરે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી બે મેચમાં 105 અને 48 રનની ઇનિંગ્સ રમી હતી. શર્માએ કહ્યું, ‘તે ખૂબ સારું છે કે તમારી પાસે મિડલ ઓર્ડર માટે ઘણા વિકલ્પો છે. આ કોઈપણ કેપ્ટન માટે સારું છે. હું માનું છું કે ભારતીય ટીમે યોગ્ય સમયે લય પકડી લીધો છે.

આ પણ વાંચો: Asian Games માં ભારતીય મહિલા હોકી ટીમે મલેશિયાને 6-0થી હરાવ્યું

Back to top button