ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

માંડ-માંડ બચ્યા WHO ચીફ ટેડ્રોસ! વિમાન પર ઉડાન ભરતી વખતે બોમ્બમારો શરૂ થયો

  • બોમ્બમારો થયો ત્યારે ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સાથીદારો સાથે પ્લેનમાં સવાર થવાના હતા

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયેસસ યમનના સના એરપોર્ટ પર બોમ્બમારાથી માંડ-માંડ બચ્યા હતા. જ્યારે બોમ્બમારો થયો ત્યારે ટેડ્રોસ યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના તેના સાથીદારો સાથે પ્લેનમાં સવાર થવાના હતા. WHOના ડાયરેક્ટર જનરલે પોતે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

 

બોમ્બમારો માત્ર થોડા મીટર દૂર થયો હતો

ટેડ્રોસે લખ્યું કે, જ્યારે તેઓ અને તેમના સાથીદારો પ્લેનમાં ચઢવાના હતા ત્યારે બોમ્બમારો શરૂ થઈ ગયો. આ હુમલામાં અમારા એરક્રાફ્ટનો એક ક્રૂ મેમ્બર ઘાયલ થયો હતો. એરપોર્ટ પર બે લોકોના મૃત્યુ થયા હતા. એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, ડિપાર્ચર લાઉન્જ – જ્યાં અમે હતા ત્યાંથી થોડાક મીટર દૂર બોમ્બમારો કરવામાં આવ્યો અને રનવેને નુકસાન થયું. હવે એરપોર્ટને થયેલા નુકસાનનું સમારકામ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે, તો જ અમે નીકળી શકીશું. મારા UNના સાથીદારો અને WHOના સાથીદારો સુરક્ષિત છે. અમે એ પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ જેમના પ્રિયજનોએ હુમલામાં જીવ ગુમાવ્યો હતો.

UN કર્મચારીઓની મુક્તિ માટે પહોંચ્યા હતા

હકીકતમાં, ઇઝરાયેલ સતત હુતી ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે. આ જ ક્રમમાં તેણે સના પર પણ બોમ્બમારો કર્યો હતો. જ્યારે આ બોમ્બમારો થયો ત્યારે ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર જનરલ સના એરપોર્ટ પર હાજર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી હુતી લડવૈયાઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા યુએન કર્મચારીઓની મુક્તિની માંગ કરવા તે યમન પહોંચ્યો હતો.

UNના પ્રમુખે ટેડ્રોસ પર હુમલાની નિંદા કરી

UN સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરવા હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, નાગરિકો અને માનવતાવાદી કાર્યકરોને ક્યારેય નિશાન બનાવવા જોઈએ નહીં.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં UNના વડાના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલામાં અસંખ્ય જાનહાનિ થઈ છે, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા છે અને ડઝનેક લોકો ઘાયલ થયા છે. તેમણે તમામ પક્ષોને સૈન્ય કાર્યવાહી બંધ કરવા અને સંયમ રાખવાના તેમના આહ્વાનનો પુનરોચ્ચાર કર્યો.

આ પણ જૂઓ: મનમોહન સિંહના નિધન પર શોકમાં ડૂબ્યું બોલિવૂડ-ટીવી જગત, સ્ટાર્સે ભાવુક શ્રદ્ધાંજલિ આપી

Back to top button