અર્જુન કપૂર અને મલાઇકા વચ્ચે હવે ત્રીજુ કોણ આવ્યુ? આ સિંગર સાથે વધી નિકટતા?


- મલાઇકા તેના કામ કરતા અર્જુન માટે વધુ લાઇમલાઇટમાં
- મલાઇકા દેખાશે નવા મ્યુઝિક વીડિયોમાં
- મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ પોસ્ટર
બોલિવુડ અભિનેત્રી મલાઇકા અરોરા ભલે ફિલ્મોથી દુર હોય, પરંતુ નાના પરદાના રિયાલીટી શોઝમાં જજ તરીકે અને સોશિયલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે. મલાઇકા પોતાના કામ કરતા પણ વધુ અર્જુન કપૂર સાથેના પોતાના સંબંધોને લઇને વધુ લાઇમલાઇટમાં રહે છે. આ બધાની વચ્ચે મલાઇકા અરોરાની નિકટતા બોલિવુડના એક સિંગર સાથે વધી રહી છે. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે.
જોકે ટેન્શન લેવાની વાત નથી. અર્જુન અને મલાઇકાની વચ્ચે કોઇ ત્રીજુ આવ્યુ નથી. મલાઇકા ખૂબ જલ્દી એક નવા મ્યુઝિક વીડિયોમાં જોવા મળવાની છે. જેનુ પોસ્ટર ખુદ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યુ છે. મલાઇકા ખુબ જલ્દી ગુરૂ રંધાવા સાથે નવા ગીતમાં જોવા મળશે. આ ગીત છે, તેરા કી ખ્યાલ. મલાઇકા અને ગુરૂનુ આ સોંગ 4 એપ્રિલ 2023ના રોજ રિલીઝ થવાનું છે.
View this post on Instagram
શેર કરેલા પોસ્ટરમાં મલાઇકા કાતિલાના લાગી રહી છે. ગુરૂ તેની સુંદરતાને નિહાળતો દેખાઇ રહ્યો છે. આ પોસ્ટર પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. પોસ્ટર શેર કરતા પહેલા મલાઇકાએ ગીતના શૂટિંગનો એક વીડિયો પણ શેર કર્યો હતો. વીડિયોમાં મલાઇકા અને ગુરૂની સિઝલિંગ કેમિસ્ટ્રી બધાનો પરસેવો છોડાવી રહી છે. બંનેનો રોમાન્સ પણ ફેન્સને પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર અર્જુન કરતા વધુ ગુરૂ રંધાવા અને મલાઇકાની ચર્ચાઓ છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ છે કે બેસ્ટ કપલ. અન્ય એક યુઝરે લખ્યુ છે કે રબને બના દી જોડી. કેટલાકે હાર્ટ ઇમોજી શેર કર્યા છે. બહુ ઓછા સમયમાં આ પોસ્ટરને અઢળક લાઇક મળ્યા છે.
આ પણ વાંચોઃ પ્રેમ, આકર્ષણ કે પછી કેરઃ ફોરહેડ કિસ કરવાનો સાચો અર્થ જાણો છો?