ઈલોન મસ્ક પર યહૂદીઓ વિરુદ્ધ નફરત વધારવાનો આરોપ, વ્હાઇટ હાઉસે કરી સખત નિંદા
- સોશિયલ મીડિયા પર યહૂદીઓ વિરોધી સિદ્ધાંતને ઈલોન મસ્કે કાવતરું ગણાવ્યું
- ઈલોન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે : વ્હાઇટ હાઉસ
અમેરિકા : સ્પેસ એક્સ અને ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે હાલમાં જ 16 નવેમ્બરના રોજ એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેમાં મસ્કે એક યુઝરની યહૂદીઓ વિરુદ્ધની પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે, ‘તમે સાચું સત્ય કહ્યું છે.’ ત્યારબાદ વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદન જારી કરીને ઈલોન મસ્કની આ ટિપ્પણીની સખત નિંદા કરી હતી જેમાં મસ્કએ સેમિટિક(યહૂદી) વિરોધી સિદ્ધાંતને કાવતરું ગણાવ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું કે, “ઈલોન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે.” વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્રુ બેટ્સે કહ્યું કે, “ધિક્કારપાત્ર જૂઠ્ઠાણાનું પુનરાવર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”
You have said the actual truth
— Elon Musk (@elonmusk) November 15, 2023
વ્હાઇટ હાઉસે ઈલોન મસ્કની ટિપ્પણીની કરી ટીકા
STORY | White House slams Elon Musk on his remarks on antisemitism
READ: https://t.co/fMfXQshcC2 pic.twitter.com/qIZ2yK9Iw9
— Press Trust of India (@PTI_News) November 18, 2023
વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, “અમે યહૂદી વિરોધી અને જાતિવાદી નફરતના આ પ્રોત્સાહનની સખત નિંદા કરીએ છીએ. આ આપણા અમેરિકન મૂલ્યોની વિરુદ્ધ છે.” પ્રવક્તા એન્ડ્રુ બેટ્સે કહ્યું કે, “નફરત સામે તમામ લોકોને એક કરવા અને અમારા સાથી અમેરિકનોની પ્રતિષ્ઠા પર હુમલો કરનાર અથવા અમારા સમુદાયની સલામતી સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ બોલવાની અમારી જવાબદારી છે.” ઉલ્લેખનીય છે કે, ઈલોન મસ્કે હાલમાં જ સોશિયલ મીડિયા પર યહૂદીઓ વિરુદ્ધની એક પોસ્ટને સમર્થન આપ્યું હતું.
ઇલોન મસ્કએ એવું તે શું પોસ્ટ કર્યું કે વ્હાઇટ હાઉસે ટીકા કરી ?
I think this ad is showing a white father who supports Jews, lecturing his college age son not to be an antisemite.
This ad aired back in March, at a time antisemitism on college campuses were on the rise. (nothing to do with the current conflict)
The fact that so many people…
— Charles Weber (@CWBOCA) November 15, 2023
ઇલોન મસ્ક જે પોસ્ટ પર ટિપ્પણી કરી હતી તે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘યહૂદીઓ પાસે એક યોજના છે જેના દ્વારા તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લાવીને શ્વેત લોકોના વર્ચસ્વને નબળું પાડવા માંગે છે.’ આ વિચાર સાથે આવેલા માણસને 2018માં પિટ્સબર્ગમાં સિનાગોગમાં ગોળીબાર કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો જેમાં 11 લોકોના મૃત્યુ થયાં હતા. જેને લઈને વ્હાઇટ હાઉસે કહ્યું કે, “તે અસ્વીકાર્ય છે કે ધિક્કારપાત્ર જૂઠ્ઠાણાનું પુનરાવર્તન કરવામાં આવે.”
આ પણ જુઓ : ઈલોન મસ્કે AI નિયમન અંગે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ચર્ચા કરી