ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીય વિદ્યાર્થીઓ પર થતા હુમલાથી US સરકાર ચિંતિત હોવાનો વ્હાઈટ હાઉસનો દાવો

Text To Speech
  • પ્રમુખ જો બાઈડન અને તેમનું વહીવટીતંત્ર વિદ્યાર્થીઓ પરના હુમલાને નિષ્ફળ બનાવવા પ્રયત્નશીલ: વ્હાઇટ હાઉસ

વોશિંગ્ટન DC, 16 ફેબ્રુઆરી: અમેરિકી પ્રમુખ જો બાઈડન અને તેમનું વહીવટીતંત્ર ભારતીય-અમેરિકન તેમજ ભારતીય વિદ્યાર્થીઓ પરના હુમલાને નિષ્ફળ બનાવવા અને વિક્ષેપિત કરવા માટે ખૂબ જ સખત મહેનત કરી રહ્યા છે, તેમ વ્હાઇટ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં હિંસા અસ્વીકાર્ય છે: વ્હાઇટ હાઉસ પ્રવક્તા

વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વ્યૂહાત્મક સંચારના કોર્ડીનેટર(સંયોજક) જ્હોન કિર્બી દ્વારા આ જાહેરાત દેશના વિવિધ ભાગોમાં ભારતીય અને ભારતીય અમેરિકન વિદ્યાર્થીઓ પરના હુમલાઓ વચ્ચે કરવામાં આવી છે. જ્હોન કિર્બીને પત્રકાર દ્વારા અમેરિકામાં ભારતના વિદ્યાર્થીઓ અને ભારતીય-અમેરિકન સમુદાયના વિદ્યાર્થીઓ પર થતા શ્રેણીબદ્ધ હુમલાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, “હિંસા માટે કોઈ બહાનું નથી, તે ચોક્કસપણે જાતિ અથવા લિંગ અથવા ધર્મ અથવા અન્ય કોઈ પરિબળ પર આધારિત છે. જેથી તે અહીં યુનાઇટેડ સ્ટેટ્સમાં અસ્વીકાર્ય છે,”

આ પણ જુઓ: અમેરિકા ફરી ગોળીઓના અવાજથી હચમચી ગયું, કેન્સાસમાં ગોળીબારથી 1નું મૃત્યુ-22 ઘાયલ

Back to top button