ટ્રેન્ડિંગમનોરંજન

સફેદ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈઃ કેટલાક દેશોએ લગાવ્યો પ્રતિબંધ

Text To Speech
  • સંદીપ સિંહના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સફેદ તાજેતરમાં રિલીઝ થઈ છે. જેમાં એક કિન્નર અને વિધવાની લવસ્ટોરી બતાવાઈ છે. આ ફિલ્મ રીલીઝ પહેલેથી જ ખૂબ ચર્ચામાં છે.

મુંબઈ, 3 નવેમ્બરઃ ફિલ્મમેકર સંદીપ સિંહની ફિલ્મ ‘સફેદ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. વિધવા અને ટ્રાન્સજેન્ડર વચ્ચેના પ્રેમને દર્શાવતી આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને કેટલાક રૂઢિચુસ્ત દેશોમાં વિવાદને વેગ મળ્યો છે. આ કારણે અઘિકારીઓએ તેમની LGBTQ માર્ગદર્શિકા અનુસાર ફિલ્મના સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ‘સફેદ’ ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી જ કેટલાય લોકોને તે જોવાની ઈચ્છા હતી, પરંતુ હવે તે લોકોને નિરાશા હાથ લાગી છે.

કેટલાક દેશોએ ફિલ્મ ‘સફેદ’ પર પ્રતિબંધ મૂક્યો

ફિલ્મ ડિરેક્ટર અને નિર્માતા સંદીપ સિંહે કહ્યું, મને દુઃખ થાય છે જ્યારે મારી ફિલ્મ, જે વાસ્તવિકતા દર્શાવે છે અને સમાજ દ્વારા ઉપેક્ષિત લોકોના એક ચોક્કસ વર્ગને અવાજ આપી રહી છે ત્યારે તેને દબાવવામાં આવે છે. માત્ર એટલા માટે કે તમારી પાસે તાકાત છે? લોકોને નક્કી કરવા દો કે તેઓ શું જોવા માગે છે અને શું નથી જોવા માગતા. ‘સફેદ’ એક સુંદર લવ સ્ટોરી છે જેને સરળ રીતે કહેવામાં આવી છે. મને સમજાતું નથી કે કેટલાક દેશોમાં તેના પર શા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂત વિશે કહ્યું હતું મોટું જૂઠ, બિગ બોસમાં થયો ખુલાસો

Back to top button