વ્યાજખોરીના ગુનામાં વાઈટ કોલર ક્રિમિનલ ઝડપાયા : કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની ધરપકડ

ઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓમાં એક આરોપી કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અને હેલ્થ કેર કંપનીની સીઈઓ હોવાનુ સામે આવ્યું છે.
કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની ધરપકડ
ગુજરાતમાં ગેરકાયદેસર વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે પોલીસે ઝૂબેશ ઉપાડી છે. ત્યારે રાજ્યમાંથી અનેક ખોટી રીતે વ્યાજ વ્યાજ વસુલતા અનેક લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં રાઈસ મિલના માલિક પાસેથી કરોડોનું વ્યાજ વસૂલ કરનાર ત્રણ વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસના હોદેદાર અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અને ને હેલ્થ કેર કંપનીની સીઈઓની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાયેલ આ ત્રણ આરોપી વાઈટ કોલર ક્રિમિનલ એટલે કે વ્યાજખોરો છે. ધકપકડ કરાયેલ આ આરોપીઓએ 3.78 કરોડની સામે 9 કરોડ 95 લાખ વસુલ કર્યા છે. સાથે જ બીજા 3.36 કરોડ બાકી રૂપિયાની સામે 13 કરોડ 31 લાખની ઉઘરાણી બાકી બતાવી હતી. બાકી રકમની સામે મકાન પડાવી લેવાની ધમકી આપતા જીગીસ પટેલે તેમની સામે ફરિયાદ નોંધાવી છે.
નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખોટી રીતે વ્યાજ વસુલતા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી જયેન્દ્ર પરમારના પિતા નિવૃત્ત ડીવાયએસપી છે. સાથે જ જયેન્દ્ર પરમાર પોતે કોંગ્રેસમાં હોદેદાર તરીકે જોડાયેલા છે. જયેન્દ્ર પરમારે ફરિયાદીને 38 લાખ 10% ના વ્યાજે આપ્યા હતા.. તેની સામે અંદાજિત એક કરોડ રૂપિયા વસૂલી 38 લાખ બાકી હોવાની ઉઘરાણી કરી હતી.
પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી
આ મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ જીગીસ પટેલે ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત કોંગ્રેસના હોદેદાર જયેન્દ્રસિંહ પરમાર, હેમાંગ પંડિત અને હેલ્થ કેર કંપનીની સીઈઓ નિરાલી શાહની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપી વિજય ઠક્કર, નરેન્દ્ર ઉર્ફે મુન્ના ભરવાડ અને જાગૃત રાવલ હાલ ફરાર છે. પોલીસ દ્વારા આ આરોપીઓની શોધખઓળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ઉમરેઠમાં ગ્રીષ્માવાળી થતા રહી ગઈ : ઉશ્કેરાયેલ યુવકે યુવતીનું ગળું કાપી બાથરૂમમાં પૂરી ભાગી ગયો