શ્રીયંત્રની પૂજા કરવામાં રાખો આ બાબતોનું ધ્યાનઃ લક્ષ્મીજી કરશે કૃપા
- ધનની દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા શ્રીયંત્રની પૂજા જરૂરી છે
- ઘરમાં શ્રીયંત્રની પૂજા કરવાથી થશે અનેક લાભ
- જો શ્રીયંત્ર નિયમ સાથે રાખવામાં આવશે તો સારા પરિણામો મળશે
ધનની દેવી માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવામાં શ્રીયંત્રની પૂજા સૌથી લાભદાયક માનવામાં આવે છે. શ્રીયંત્રની પૂજા કરવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે, તેથી લોકો પોતાના ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરીને પૂજા અને આરાધના કરે છે. જો વિધિ-વિધાન પુર્વક શ્રીયંત્રની પૂજા કરવામાં આવે તો ઘરમાં સુખ-સંપતિ , સૌભાગ્ય અને ઐશ્વર્ય રહે છે. ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવાના ઘણા નિયમો હોય છે. જો તેને નિયમ સાથે રાખવામાં આવે તો સારા પરિણામો મળે છે.
શ્રીયંત્ર સ્થાપિત કરવાના મુહુર્ત
ધાર્મિક મહત્ત્વ સાથે જોડાયેલુ કોઇ પણ કામ શુભ મુહુર્ત વગર ન કરવુ જોઇએ. નહીંતો તેનું શુભ ફળ પ્રાપ્ત થતુ નથી. શ્રીયંત્રને સ્થાપિત કરતા પહેલા મુહુર્તની જાણકારી જરૂર મેળવી લેજો. કોઇ પણ શુભ કાર્ય કરતા પહેલા મુહુર્ત જોવુ જરૂરી છે.
શુક્રવારે કરો શ્રીયંત્રની પૂજા
જો ઘરમાં શ્રીયંત્ર રાખ્યુ હોય તો તેને પૂજા સ્થાનમાં રાખો અને દેવ સમાન રીતે પૂજા કરો. શુક્રવારના દિવસે શ્રીયંત્રની સ્થાપના કોઈપણ શુભ મુહૂર્તમાં કરી શકાય છે. શુક્રવાર લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. શ્રીયંત્ર ઘરે લઈ આવ્યા બાદ તેને શુદ્ધ ગંગાજળથી ધોઈ, પંચામૃતથી અભિષેક કરો. આ દરમિયાન ऊँ महालक्ष्म्यै नमः મંત્રનો જાપ કરો. અભિષેક બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને લાલ કપડા પર સ્થાપિત કરો. અબીલ, ગુલાલ, કંકુ વગેરેથી પૂજા કરો. શ્રીયંત્રને લાલ ગુલાબનું ફૂલ ચઢાવી નૈવેદ્યમાં ખીર કે દૂધનો ભોગ ધરાવો. ત્યાર બાદ દરરોજ શ્રીસૂક્ત કે લક્ષ્મી સૂક્તનો પાઠ કરવો જોઈએ
સૌથી શક્તિશાળી હોય છે શ્રીયંત્ર
આપણા ગ્રંથોમાં પણ શ્રીયંત્રને સૌથી શક્તિશાળી માનવામાં આવે છે. આધુનિક વિજ્ઞાન પણ શ્રીયંત્રની ડિઝાઇન પર કામ કરી રહ્યું છે. જોકે આવું સર્વગુણ સમ્પન્ન શ્રીયંત્ર પણ વિધિ વિધાન સાથે સ્થાપિત ન કરવામાં આવે અને એકવાર સ્થાપના થયાબાદ પણ જો તેના નિયમોનું ધ્યાન ન રાખવામાં આવે તો બેઅસર થઈ જાય છે અને તેનો ધાર્યો લાભ મળતો નથી. માટે જ શ્રીયંત્રનો ધાર્યો લાભ લેવા માટે આ કેટલીક બાબતો યાદ રાખવી જરુરી છે
આ વાતોનું ખાસ ધ્યાન રાખો
- ઘરમાં એક જ શ્રીયંત્ર રાખો, એકથી વધુ શ્રીયંત્ર ન રાખવા જોઈએ.
- શ્રીયંત્રને જ્યાં પણ રાખો, ત્યાંથી તે અંદર તરફ આવતું દેખાવું જોઈએ.
- ઘરના મુખ્ય દરવાજાની પાસે ક્યારેય શ્રીયંત્ર ન રાખો.
- શ્રીયંત્ર ઘરના મંદિરમાં જ સ્થાપિત કરવામાં આવે.
- શ્રીયંત્રની રોજ પૂજા થવી જોઈએ. માત્ર રાખવાથી લાભ નહીં થાય.
આ પણ વાંચોઃ શિલ્પાએ સલમાન અને તેના સબંધોનો કર્યો ખુલાસો અભિનેત્રીએ કહ્યું સલમાન મોડી રાત્રે મારા ઘરે આવતો….