ભાજપે કોંગ્રેસના 14માંથી 9 ગઢમાં ગાબડું પાડ્યું, તો AAPએ પણ મોટું નુકસાન પહોંચાડ્યું; ક્યારેય હાર્યા નથી તે બેઠક પણ ગુમાવી
ગાંધીનગરઃ કહેવાય છે કે જ્યારે કોઈ હારનો સામો કરે છે તો તે પછી પોતાને મજબૂત કરીને ડબલ ફોર્સ સાથે ફરી મેદાનમાં ઉતરે છે. પરંતુ ગુજરાતની સ્થિતિ ઘણી અલગ જોવા મળે છે. અહીં કોંગ્રેસ દરવખતે ચૂંટણીમાં હાર્યા બાદ પણ નબળી પડી રહી છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મળેલી હાર કોંગ્રેસને પહેલાં મળેલી હારથી ઘણી જ કારમી સાબિત થી રહી છે. પાર્ટી માત્ર 17 બેઠક જીતી શકી છે. મોટી વાત એ છે કે ભાજપે કોંગ્રેસના 14માંથી 9 ગઢ પર જીત મેળવી છે. આ એવી બેઠક છે જ્યાં કોંગ્રેસે કી હારનો સ્વાદ જ ચાખ્યો નથી.
જો કે કોંગ્રેસ ખેડબ્રહ્મા, આંકલાવ, દાંતા અને દાણીલીમડા પર કબજો મેળવવામાં સફળ રહી છે. વાંસદામાં પણ કોંગ્રેસની પકડ યથાવત રહી. 2002ની ચૂંટણીમાં પણ 14 સીટ એવી હતી જ્યાં કોંગ્રેસ હારી ન હતી અને સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. 1967 પછીથી કોંગ્રેસ આણંદ જિલ્લાના બોરસદ અને ખેડા જિલ્લાના મહુધા જેવી પોતાની પરંપરાગત ગઢમાં ક્યારેય હાર્યું નથી. જો કે આ વખતે આ બંને સીટ પર ભાજપના ઉમેદવાર રમા સોલંકી અને સંજયસિંહ મહિદા કોંગ્રેસના ઉમેદવારને હરાવવામાં સફળ રહ્યાં છે.
કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત કરવામાં આ વખતે સફળતા
દાહોદ જિલ્લાની 6 બેઠકો પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી કોંગ્રેસના અભેદ્ય કિલ્લાને ધ્વસ્ત કરી જીત મેળવી છે. મોટા ભાગની બેઠકો પર ભાજપ, આપ વચ્ચે ટક્કર જોવા મળી હતી. લીમખેડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઈ હતી. ભાજપના ઉમેદવારો વિજેતા બનતા સમર્થકો સાથે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ગરબાડા બેઠક પર ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી પોતાના નામે કરી છે. ગરબાડા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યાં ભાજપે કોંગ્રેસના ઉમેદવારને મ્હાત આપી જીત હાંસિલ કરી હતી. ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ભાભોરને 62427 મત મળ્યા હતા, કોંગ્રેસના ચંદ્રિકાબેન બારીયાને 34602 મત મળ્યા હતા જ્યારે આપના ઉમેદવારને શૈલેષભાઈ ભાભોરને 35595 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારનો 27825 જંગી લીડથી વિજય થયો હતો.
દાહોદ બેઠક પર ભાજપે કોંગ્રેસ પાસેથી સીટ આંચકી કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો ધ્વસ્ત કર્યો હતો. ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને 72660 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હર્ષદભાઈ નિનામાને 43310 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ 29350 જંગી લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો.
ઝાલોદ બેઠક પર કોંગ્રેસની પરંપરા તોડવામાં ભાજપને સફળતા સાંપડી હતી. કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરી ભાજપે સત્તા આંચકી હતી. ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરિયાને 82745 મત મળ્યા હતા. આપના ઉમેદવાર અનિલ ગરસિયાને 47523 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો. મિતેષ ગરાસિયાને 21996 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર મહેશભાઈ ભુરિયાનો 35222 મતોથી ભવ્ય વિજય થયો હતો. ભાજપે કોંગ્રેસના અભેદ્ય કિલ્લાને ધ્વસ્ત કરી કમળ ખીલ્યું હતું.
ભાજપે ગુમાવ્યા બે ગઢ ગુમાવ્યા
માત્ર કોંગ્રેસ જ નહીં ભાજપે છેલ્લાં 24 વર્ષમાં 31 સીટ ગુમાવી ન હતી. જો કેઆ વખતે બોટાદ સીટથી આપના ઉમેદવાાર ઉમેશભાઈ મકવાણાની જીત થઈ છે. જ્યારે વાઘોડિયા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભેલા ભાજપના અસંતુષ્ટ નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 14 હજારથી વધુ મતથી જીત મેળવી. જો કે ભાજપે ગુજરાતમાં પહેલી વખત ઝઘડિયા વિધાનસભા સીટ જીતી. ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાએ દિગ્ગજ આદિવાસી નેતા અને સાથ વખતના ધારાસભ્ય છોટૂભાઈ વસાવાને 23,500 મતથી હરાવ્યા.
ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત
ગુજરાતમાં 27 વર્ષથી ભાજપ સત્તા પર છે. એક વખત ફરી ગુજરાતની જનતાએ ભાજપની જ પસંદગી કરી છે. આ વખતેની ચૂંટણીમાં ગુજરાતને ભાજપનો એવો કિલ્લો બનાવી દીધો જેને ભેદવાનું કામ અન્ય પક્ષ માટે ઘણું જ મુશ્કેલ છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે 2017માં મોરબી, ટંકારા, ધોરાજી અને અમરેલીની પાટીદાર બહુમતીવાળી સીટ પર જીત મેળવી હતી. જો કે આ તમામ વિધાનસભા ક્ષેત્ર આ વખતે ભાજપને ફાળે ગઈ છે.
AAPએ પણ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું
કોંગ્રેસને આ વખતેની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઘણું જ નુકસાન પહોંચાડ્યું છે. કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ ગણાતી આદિવાસી સીટ પર આપનું સારું પ્રદર્શન રહ્યું, જેનાથી કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે. દરેક તરફથી ગુજરાત ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસને મોટી હાર મળી છે. જો કે હિમાચલમાં વર્ષોની પરંપરાને કારણે કોંગ્રેસે સારું પ્રદર્શન કરીને જીત મેળવી છે.