Diwali 2023ટ્રેન્ડિંગધર્મવિશેષ

દિવાળી પર રંગોળીની ડિઝાઈન બનાવતી વખતે રાખજો વાસ્તુનું પણ ધ્યાન

Text To Speech
  • દિવાળીના પર્વ પર ખાસ કરીને દરેક વ્યક્તિ માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરમાં રંગોળી બનાવે છે. રંગોળી કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ પ્રકારની ન બનાવવી જોઈએ.

દિવાળી પર દરેક લોકો અલગ અલગ પ્રકારે ઘર સજાવે છે. દિવાળીના પર્વ પર ખાસ કરીને દરેક વ્યક્તિ માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરમાં રંગોળી બનાવે છે. રંગોળી કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ પ્રકારની ન બનાવવી જોઈએ. રંગોળી બનાવવામાં પણ વાસ્તુના નિયમોનું પાલન કરવુ જોઈએ. અહીં જાણો એવા વાસ્તુના નિયમો જેના દ્વારા તમે ઘરમાં સુંદર રંગોળી તો બનાવશો જ સાથે સાથે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન પણ થશે.

દિવાળી પર દિશા અનુસાર રંગોળીનો આકાર અને રંગ હોય છે. પૂર્વ દિશામાં નારંગી, લીલા રંગથી રંગોળી બનાવવી જોઈએ. દક્ષિણ દિશામાં લાલ રંગથી રંગોળી બનાવવી જોઈએ. પશ્વિમ દિશામાં સફેદ અથવા ક્રીમ રંગથી રંગોળી બનાવવી જોઈએ. તેનો આકાર ગોળ હોવો જોઈએ. ઉત્તર દિશામાં લીલી રંગથી રંગોળી બનાવવી જોઈએ, તેનો આકાર લંબચોરસ હોવો જોઈએ.

દિવાળી પર રંગોળીની ડિઝાઈન બનાવતી વખતે રાખજો વાસ્તુનું પણ ધ્યાન hum dekhenge news

રંગોળી બનાવવામાં આ નિયમોનું રાખો ધ્યાન

  • દિવાળી દરમિયાન તમારા ઘરને તાજા ફૂલોથી સજાવશો તો પોઝિટીવ એનર્જી મળશે. તેમાં સુગંધ પણ હોવી જોઈએ. વાસ્તુ અનુસાર ઘરમાં પીળા, નારંગી અને લાલ રંગથી રંગોળી બનાવવી જોઈએ, તેનાથી એનર્જી મળે છે. નેગેટિવ એનર્જી વાળા રંગ જેમકે કાળો, નીલો જેવા રંગોથી રંગોળી બનાવતા બચજો.
  • રંગોળી બનાવતી વખતે જો તમે રંગોળીના આકાર અને ડિઝાઈન અંગે વિચારી રહ્યા હો તો તમને જણાવી દઈએ કે રંગોળી એવી બનાવો જેનો આકાર યોગ્ય હોય. તમે ગોળા કાર કે અર્ઘગોળાકાર ડિઝાઈન બનાવી શકો છો. તેને વાસ્તુ પ્રમાણે યોગ્ય માનવામાં આવે છે, પરંતુ તમારે અણીદાર કિનારીવાળી કે કોઈ ખૂણાવાળી અથવા કોઈ વિચિત્ર ડિઝાઈન ન બનાવવી જોઈએ.
  • રંગોળીને રંગીન અને સુંદર બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો. સિન્થેટિક રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. હવે લોકો સિન્થેટિક કલર્સથી રંગોળી ભલે બનાવતા હોય, પરંતુ તે વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય નથી.

આ પણ વાંચોઃ લક્ષ્મીજીની પૂજામાં કમળના ફૂલનું શું છે મહત્ત્વ? જાણો કેવી રીતે કરશો પૂજન

Back to top button