કચ્છમાં ભૂકંપનો આંચકો, 3.6ની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપ
કચ્છમાં અવાર નવાર ભૂકંપી આંચકા આવતા રહે છે ત્યારે બુધવારને મોડી રાત્રે ભૂકંપના એકવાર ફરી આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મોડી રાત્રે રિકટેર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.
3.4ની તીવ્રતાનો આંચકો
કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત, પૂર્વ કચ્છમાં 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે.જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા (Kutch Earthquake) આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.
ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
ગત રાત્રીએ પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. રાત્રે 3.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉથી 17 કિલોમીટર દૂર નોંધાયું છે.નાના આંચકામાં કચ્છમાં સામાન્ય બની ગયા છે. ત્યારે કચ્છમાં બુધવારે મોડી રાત્રે રિકટેર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ધોળાવીરાથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું છે. આંચકાથી કચ્છમાં કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે
થોડા સમય પહેલા જ ભચાઉ, રાપરની આસપાસ આંચકા
કચ્છના કતરોલ હિલ ફોલ્ટથી દર વર્ષે 2.1 મીલીમીટર ખસી રહી છે. તેના કારણે ભારતીય પ્લેટ પર અત્યંત ખતરનાક અસર થશે. 2001ના ભૂકંપ બાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભૂકંપના નાના આંચકા એ સામાન્ય બાબત બની ગઈ છે. પણ છેલ્લા થોડા સમયથી ભચાઉ, રાપરની આસપાસ જે આંચકા લાગ્યા હતા જેને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે અમદાવાદ સહિતના શહેરોમાં ભૂકંપનું મોટું જોખમ હોવાનું તારણ પણ આપવામાં આવ્યું હતું. અને ખાસ કરીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્ષેત્રોમાં અમદાવાદ સુધી તેની મોટી અસર થશે તેવી સંભાવના પણ વ્યકત કરવામા આવી હતી.
આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે