ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડામાં એક પુરુષને ડ્રાઇવિંગ દરમિયાન ઓરલ સેક્સ કરવાની ઇચ્છા થઈ હતી. હકીકતમાં આ હરકતમાં તેણે ડ્રાઇવિંગમાંથી ધ્યાન ગુમાવ્યું અને તેની SUV એક ટ્રક સાથે અથડાઈ હતી. બચાવ અધિકારીએ જણાવ્યું કે, અકસ્માત બાદ ડ્રાઈવર અને મહિલા મુસાફર બંને અર્ધનગ્ન અવસ્થામાં જોવા મળ્યા હતા.
અકસ્માત બાદ એક પીડિતા રોડ પર પડી હતી અને તેનું પેન્ટ ઊતરી ગયું હતું. મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટ પર કાપના નિશાન હતા. ઈજા ઘણી ઊંડી હતી, જેમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું.
અહેવાલ મુજબ, કાર અને ટ્રક સામસામે અથડાયા હતા, જેના કારણે બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. એસયુવીમાં સવાર પુરુષ અને મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે જ સમયે ડ્રાઇવર સાથે ટ્રકમાં એક મુસાફર પણ હતો. અકસ્માતમાં બંનેને સામાન્ય ઈજાઓ થઈ હતી. તમામ ઘાયલોની સારવાર ચાલી રહી છે.
મહિલા અને પુરૂષોની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો
અકસ્માત પાછળ એસયુવીમાં સવાર મહિલા અને પુરૂષોની બેદરકારી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે એસયુવી ડ્રાઈવર અને મહિલા વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવશે કે કેમ. પોલીસ ટીમ આ ઘટના અંગે અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.