2024માં કઈ રાશિ પર રહેશે શનિની વક્ર દ્રષ્ટિ? જાણો બચવાના ઉપાય
- શનિ દેવ અન્ય ગ્રહોની સરખામણીમાં ધીમી ગતિથી ગોચર કરે છે. તેમને 12 રાશિઓમાં રાશિ પરિવર્તન કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે.
શનિની સાડા સાતી અને ઢૈયા કષ્ટકારી હોય છે. જે રાશિઓ પર શનિ દેવની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ રહે છે તેના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે. શનિ દેવ અન્ય ગ્રહોની સરખામણીમાં ધીમી ગતિથી ગોચર કરે છે. તેમને 12 રાશિઓમાં રાશિ પરિવર્તન કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. વર્તમાનમાં શનિ દેવ કુંભ રાશિમાં વિરાજમાન છે, તે 2025 સુધી આજ રાશિમાં રહેશે. પાંચ રાશિઓ એવી છે જેની પર શનિ દેવની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ 2024માં પણ રહેશે. જાણો એ કઈ રાશિ છે જેની પર શનિ દેવ નવા વર્ષમાં નજર રાખશે. આ માટે તમારે સાડા સાતી અને ઢૈયાથી બચવાના ઉપાયો પણ કરવા પડશે.
શનિની સાડા સાતી 2024માં કોની પર
આવનારા નવા વર્ષ એટલે કે 2024માં શનિ દેવ રાશિ પરિવર્તન નહિ કરે, પરંતુ પોતાની સ્થિતિમાં પરિવર્તન જરૂર કરશે. 2024માં કુંભ, મકર, મીન રાશિના લોકો પર શનિની સાડાસાતીનો પ્રભાવ જોવા મળશે.
શનિની ઢૈયા 2024માં કોની પર?
2024માં શનિ દેવની ઢૈયા કર્ક અને વૃશ્ચિક રાશિ પર રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના જાતકોએ સાવધાનીથી સમય પસાર કરવો પડશે. જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે. શનિની ઢૈયાના ખરાબ પ્રભાવથી બચવા માટે તમારે શનિ દેવની વિધિ વિધાન પુર્વક આરાધના કરવી જોઈએ.
શનિની સાડાસાતી અને ઢૈયાના ઉપાય
શનિની સાડાસાતી અને ઢૈયાના ખરાબ પ્રભાવોને ઘટાડવા માટે દર શનિવારે તમારે શનિદેવની સાથે સાથે ભગવાન શિવ અને હનુમાનજીની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસાનો પાઠ કરો અને સાથે ઓમ શં શનિશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. શનિવારના દિવસે શનિ મંદિરમાં સરસવના તેલમાં કાળા તલ નાંખીને દીવો કરો. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પણ શનિ દેવના ખરાબ પ્રભાવોને ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ પ્રભાસની કરિયર દાવ પર? સાલાર નક્કી કરશે ભવિષ્ય!