દિલ્હીમાં લોકસભાની સાત બેઠક ઉપર કયા મતદારો નિર્ણાયક બનશે?
નવી દીલ્હી, 9મેેે: લોકસભા 2024ની ચૂંટણીમાટે 25 મેના રોજ દિલ્હીમાં મતદાન થવાનું છે ત્યારે દીલ્હીના રાજકીય માહોલની વાત કરીએ તો ઈન્ડી અલાયન્સ અનેે ભાજપ વચ્ચે સીધી ટક્કર જામશે. ઈન્ડિયા હેઠળ, આમ આદમી પાર્ટીએ 4 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસે 3 સીટો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. 2019માં ભાજપે દિલ્હીની તમામ 7 બેઠકો જીતી હતી. જોકે આ વખતે દીલ્હીની ચૂંંટણીમાં કાંટાની ટક્કર જોવા મળશે કારણ કે આ તમામ સીટો પર મુસ્લિમ વોર્ટ્સની સંખ્યાને માનવામાં આવે છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે મુસ્લિમ મતદારો આ વખતે દિલ્હીની તમામ સીટો પર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આવા કિસ્સામાં, જે પક્ષના ઉમેદવારને મુસ્લિમ સમુદાયમાંથી વધુ મત મળે છે તે પક્ષના જીતવાના ચાન્સ સૌથી વધારે છે.
દિલ્હીના તમામ 7 બેેેઠકો પર મુસ્લિમ મતદારોનુુુુુુું ગણિત
ઉત્તર-પુર્વ દિલ્હી
વર્ષ 2002માં રચાયેલા ભારતના સીમાંકન આયોગની ભલામણને પગલે આ બેઠક વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2009માં, લોકસભાની ચૂંટણી માટે આ બેઠક પર પ્રથમ વખત મતદાન થયું હતું. સીલમપુર, બુરારી, ઘુંડા, સીમાપુરી, ગોકલપુરી, બાબરપુર, કરવલ નગર, રોહતાસ નગર સહિત કુલ 10 વિધાનસભા મતવિસ્તાર આ લોકસભા સીટ હેઠળ આવે છે. જો મુસ્લિમ મતદારોની વાત કરીએ તો આ લોકસભા સીટ પર દિલ્હીમાં સૌથી વધુ મુસ્લિમ મતદારો છે. આ બેઠક પર મુસ્લિમ મતદારોની કુલ ટકાવારી 20.7 ટકા છે.
પુર્વ દિલ્હી
પૂર્વ દિલ્હી મુસ્લિમ વસ્તીની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી લોકસભા સીટ છે. અહીં મુસ્લિમ મતદારોની સંખ્યા 16.8 ટકા છે. આથી જો આટલા બધા મતદારો ઉમેદવારની તરફેણમાં મત આપે તો તેની જીતની સંભાવના નોંધપાત્ર રીતે વધી જાય છે. આ બેઠક પર મુસ્લિમો ઉપરાંત સૌથી વધુ મતદાતા શીખ સમુદાયના છે. આ બેઠકમાં કુંડલી, પટપરગંજ, કૃષ્ણ નગર, લક્ષ્મી નગર, સુભાષ નગર, ગાંધીનગર, ઓખલા સહિત 10 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ રહે છે.
નવી દિલ્હી
આ વખતે નવી દિલ્હી લોકસભા સીટ માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી અને બીજેપીના બાંસુરી સ્વરાજ મેદાનમાં છે. જો આ સીટના ઈતિહાસની વાત કરીએ તો આ મતવિસ્તાર 1951માં અસ્તિત્વમાં આવ્યો હતો. વર્ષ 2008માં સંસદીય મતવિસ્તારોનું સીમાંકન થયું ત્યારથી દિલ્હીની 10 વિધાનસભા બેઠકો આ ક્ષેત્રમાં આવે છે. જેમાં કરોલ બાગ, પટેલ નગર, મોતી નગર, દિલ્હી કેન્ટ, રાજેન્દ્ર નગર, નવી દિલ્હી, કસ્તુરબા નગર, માલવિયા નગર, આરકે પુરમ અને ગ્રેટર કૈલાશનો સમાવેશ થાય છે. જો આ સીટ પર મુસ્લિમ મતદારોની વાત કરીએ તો તેમની કુલ ટકાવારી 16.8 ટકા છે.
ચાંદની ચોક
ચાંદની ચોક લોકસભા સીટ પર આ વખતે કોંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલ અને ભાજપના પ્રવીણ ખંડેલવાલ વચ્ચે જંંગ છે. જો આ સીટ પર મુસ્લિમ મતદારોની વાત કરીએ તો અહીં તેમની સંખ્યા 14 ટકા છે. આ બેઠક વર્ષ 1956માં અસ્તિત્વમાં આવી હતી. અને આ બેઠક 1957માં પ્રથમ વખત ચૂંટાઈ આવી હતી.
ઉત્તર-પશ્ચિમ દિલ્હી
ઉત્તર-પશ્ચિમ દિલ્હી મુસ્લિમ મતદારોની સંખ્યાના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્ત્વની છે. અહીં કુલ મતદારોની સરખામણીમાંં મુસ્લિમ મતદારોની સંખ્યા 10.6 ટકા છે. દિલ્હીની તમામ લોકસભા બેઠકોમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી સૌથી મોટી લોકસભા બેઠક છે. આ સીટ હેઠળ 10 વિધાનસભા મતવિસ્તારો છે જેમાં નરેલા, બદલી, રીઠાના, બવાના, મુંડકા, નાગલોઈ અને સુલતાનપુરીનો સમાવેશ થાય છે. 2019માં આ સીટ પરથી બીજેપીના હંસ રાજ હંસ જીત્યા હતા.
દક્ષિણ દિલ્હી
આ વખતે દિલ્હીની દક્ષિણ દિલ્હી લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહીરામ પહેલવાન અને ભારતીય જનતા પાર્ટીના રામવીર સિંહ બિધુરી વચ્ચે મુકાબલો છે. 2019માં ભાજપના રમેશ બિધુરી આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો આ બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યાની વાત કરીએ તો તે સાત ટકા છે.
આ વખતે ભાજપે પશ્ચિમ દીલ્હી લોકસભા બેઠક પર પણ નવો ઉમેદવાર ઉતાર્યો છે. 2019માં ભાજપે આ બેઠક પરથી પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ આ વખતે ભાજપે દક્ષિણ દિલ્હીના પૂર્વ મેયર કમલજીત સેહરાવતને તક આપી છે.તેમની ટક્કર આમ આદમી પાર્ટીના મહાબલ મિશ્રા સાથે થશે. આ બેેેઠક પર મુસ્લિમ મતદારોની વાત કરીએ તો આ બેઠક પર કુલ મુસ્લિમ મતદારોની ટકાવારી 6.8 ટકા છે.
આ પણ વાંચો: દિલ્હીમાંથી ચૂંટણી પંચની ટીમે જપ્ત કર્યા રૂ.2 કરોડ રોકડ