ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે?

મુંબઈ, 15 જાન્યુઆરી : ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુમાં 8 પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘણા મોટા ભૂકંપના આંચકાને પણ સહન કરી શકે છે. શું તમે જાણો છો કે આ બ્રિજમાં કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે? આ બ્રિજની મદદથી તમે નવી મુંબઈથી મુંબઈ વચ્ચેનું અંતર માત્ર 20 મિનિટમાં કાપી શકશો.  17,840 કરોડથી વધુના ખર્ચે બનાવેલા આ પુલમાં ઘણી હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  જે તેને અન્ય બ્રિજથી અલગ બનાવે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શુક્રવારે મુંબઈમાં ‘અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ’નું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ડિસેમ્બર 2016માં આ પુલનો શિલાન્યાસ કર્યો હતો. આ પુલની લંબાઈ 21.8 કિલોમીટર છે અને તે 6 લેન ધરાવતો પુલ છે.

1. 6.5 રિક્ટરના મજબૂત ભૂકંપનો સામનો 

આ પુલના પાયામાં આઈસોલેશન બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભૂકંપના આંચકાને શોષી શકે છે, જેના કારણે પુલને કોઈ નુકસાન થશે નહીં. એક રિપોર્ટ અનુસાર, તે 6.5 રિક્ટર સ્કેલનો આંચકો પણ સહન કરી શકે છે.

2.  પુલ અવાજ ઓછો કરશે

આ બ્રિજમાં નોઈઝ બેરિયર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને કિનારીઓ પર લગાવવામાં આવ્યા છે. તેમાં, તેમાં સાયલેન્સર પણ છે, જે અવાજ ઘટાડવામાં મદદ કરશે. જેના કારણે દરિયાઈ જીવો અને બ્રિજ પર મુસાફરી કરતા લોકોને ઘોંઘાટનો સામનો નહીં કરવો પડે.

3. ઇકો ફ્રેન્ડલી લાઇટિંગ

આ બ્રિજની લાઇટિંગ સિસ્ટમ માટે લો એનર્જી એલઇડી લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લાઇટો નજીકમાં હાજર દરિયાઇ જીવોને કોઈ ખલેલ પહોંચાડશે નહીં. તેજસ્વી લાઇટને કારણે ઘણા પ્રાણીઓ ઘણીવાર સમસ્યાઓનો સામનો કરતાં હોય છે.

4.  ખાસ ટોલ સિસ્ટમ 

આ બ્રિજમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજી વાહનોને રોક્યા વગર આપોઆપ ટોલ વસૂલવામાં સક્ષમ છે.

5.  વાસ્તવિક સમયની ટ્રાફિક માહિતી 

આ બ્રિજ પર રિયલ ટાઈમ ટ્રાફિકની માહિતી ઉપલબ્ધ છે. જેથી, ટ્રાફિક અને અકસ્માતો વિશે વાસ્તવિક સમયની માહિતી મળશે. આની મદદથી અકસ્માતના સ્થળે વહેલી તકે રાહત પહોંચાડી શકાશે.

6. સ્ટીલ પ્લેટનો ઉપયોગ

આ બ્રિજની ડેક ડિઝાઇનમાં સ્ટીલ પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ, સ્ટીલ બીમનો સપોર્ટ પણ લગાવેલ છે. જે પુલનું આયુષ્ય વધારવાનું કામ કરશે. તે પરંપરાગત કોંક્રિટ કરતાં હળવા અને મજબૂત હોય છે. જેથી ભારે પવનમાં પુલને મજબૂતી મળશે.

7.  પિલર વચ્ચે ગેપ

આ સ્ટીલ ડેકની મદદથી બે પિલર વચ્ચેનું અંતર વધારવામાં મદદ મળી છે. જેથી પિલરઓની સંખ્યા ઘટી છે. જેના કારણે પુલને વધુ સુંદર ડિઝાઇન અને મજબૂતી મળી છે. કોંક્રિટ ડેક કરતાં આની જાળવણી કરવી સરળ રહે છે.

8. રિવર્સ સર્ક્યુલેશન રિગ

આ પુલના નિર્માણમાં રિવર્સ સરક્યુલેશન રિગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ડ્રિલિંગ દરમિયાન અવાજ અને કંપન ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે પુલના કિનારે હાજર દરિયાઈ જીવોનું પણ રક્ષણ કરે છે.

આ પણ વાંચો : દરિયામાં પુલ બનાવવા પિલર લગાવવામાં માટે પાણીનો પ્રવાહ કેવી રીતે રોકવામાં આવે છે?

Back to top button