કયા રાજ્યના મુખ્યમંત્રીનો પગાર સૌથી વધુ? ટોપ 3માં કોનો સમાવેશ?
નવી દિલ્હી, 06 ડિસેમ્બર: પાંચ રાજ્યો એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આ રાજ્યોમાં ટૂંક સમયમાં નવા સીએમ ચાર્જ સંભાળશે. ત્યારે આ પાંચ રાજ્યોમાં એક એવું રાજ્ય છે જેના સીએમનો પગાર ભારતના બધાન જ રાજ્યના સીએમ કરતાં વધુ છે. ચાલો તમને જણાવીએ કે ભારતના કયા રાજ્યના સીએમનો પગાર સૌથી વધુ છે.
- હાલમાં જ વિધાસસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં ત્રણ રાજ્યોમાં ભાજપે બહુમતી મેળવી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસે અને મિઝોરમમાં ZPMએ બહુમતી મેળવી છે. ચાલો જાણીએ કે આ પાંચેય રાજ્યના સીએમના પગાર કેટલો હશે…
તેલંગાણા: તેલંગાણાના મુખ્યમંત્રીનો પગાર ભારતના કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કરતા વધુ છે. ચૂંટણી પહેલા તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવનો પગાર લગભગ 4,10,000 રૂપિયા હતો. એટલે કે રેવંત રેડ્ડીને પણ આટલો જ પગાર મળશે.
મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના સીએમ પગારના મામલે દેશમાં 10મા ક્રમે છે. અત્યાર સુધી શિવરાજ સિંહ ચૌહાણને તમામ ભથ્થાં સહિત દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર મળતો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં પણ આ પગારની પુષ્ટિ કરી હતી.
છત્તીસગઢ: પગારની બાબતમાં મધ્યપ્રદેશના પડોશી રાજ્ય છત્તીસગઢના સીએમ પણ સંયુક્ત રીતે 10મા ક્રમે છે. છત્તીસગઢના મુખ્યમંત્રીનો પગાર તમામ ભથ્થાઓ સહિત દર મહિને લગભગ 2 લાખ રૂપિયા છે.
મિઝોરમ: અલબત્ત, મિઝોરમ આર્થિક રીતે પછાત રાજ્ય છે, પરંતુ સીએમના પગારની દ્રષ્ટિએ તે રાજસ્થાન કરતાં વધુ સારી સ્થિતિમાં છે. અહીંના મુખ્યમંત્રી જોરમથાંગા ચૂંટણી સુધી 1.84 લાખ રૂપિયાનો પગાર મળતો હતો.
રાજસ્થાન: વેતનના મામલે રાજસ્થાનના સીએમ 19માં સ્થાને છે. અશોક ગેહલોત સીએમ તરીકે દર મહિને 75,000 રૂપિયા પગાર મેળવતા હતા. તેમને ધારાસભ્ય તરીકે દર મહિને 35,000 રૂપિયાનો પગાર મળતો હતો. આ ઉપરાંત કેટલાક અન્ય ભથ્થાં સહિત પગાર દર મહિને લગભગ 1,75,000 રૂપિયા હતો.
સૌથી વધુ સીએમનો પગાર મેળવતાં ટોપ ત્રણ રાજ્યો:
ભારતમાં સૌથી વધુ સીએમનો પગાર મેળવતા રાજ્યોમાં પહેલા નંબર પર તેલંગાણા રાજ્ય આવે છે. તેલંગાણાના સીએમને લગભગ 4,10,000 રૂપિયા પગાર તરીકે મળે છે. ત્યાર પછી બીજા નંબરે દિલ્હી આવે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મહિને સેલેરી 3,90,000 રુપિયા છે. આ પછી ત્રીજા નંબરે મહારાષ્ટ્ર રાજ્ય આવે છે. મહારાષ્ટ્રના સીએમનો પગાર લગભગ 3,40,000 રુપિયા છે.
આ પણ વાંચો: રાજસ્થાનની કરણપુર બેઠક પર 5 જાન્યુઆરીએ મતદાન યોજાશે: ચૂંટણી પંચ