ગુજરાતયુટિલીટી

ભારતમાં સૌથી વધુ બેકારી ક્યા રાજ્યમાં છે? જાણો આપણું ગુજરાત કયા નંબર પર…

Text To Speech

ભારત માટે બેકારી એ એક મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ બેરોજગારીના આંકડા આપતો રિપોર્ટ તૈયાર કર્યો છે. એ મુજબ ભારતમાં સૌથી વધુ બેરોજગારી દર ધરાવતુ રાજ્ય હરિયાણા છે.

હરિયાણામાં 37.3 ટકા લોકો બેકાર છે

આ ગણતરી એવા લોકોની છે, જેમણે નોકરી માંગી હોય પરંતુ મળી ન હોય. જે લોકોએ નોકરી માટે પ્રયાસ જ ન કર્યો હોય એવા લોકોની ગણતરી આ રિપોર્ટમાં નથી થઈ.

એ આંકડો ઉમેરવામાં આવે તો બેરોજગારી દર વધારે ઉંચો આવી શકે. આ રિપોર્ટ મુજબ સૌથી ઓછી બેરોજગારી છત્તીસગઢમાં છે.છત્તીશગઢ ભલે પછાત રાજ્ય ગણાતુ હોય પરંતુ ત્યાંનો બેરોજગારી દર 0.4 ટકા જ છે.

બેરોજગારી- humdekhengenews

આ પણ વાંચો: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની તક, જાણો પેકેજ અને લાયકાત !

ગુજરાતમાં 2.6 % બેરોજગારી

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બેરોજગારી દર 2.6 ટકા જ છે. જ્યારે પડોશી રાજ્યો મહારાષ્ટ્રમાં 2.2 ટકા, મધ્ય પ્રદેશમાં 2.6 ટકા અને રાજસ્થાનમાં 31.4 ટકા બેરોજગારી છે. 5 ટકાથી ઓછો બેરોજગારી દર હોય એવા રાજ્યોમાં છત્તીશગઢ ઉપરાંત મેઘાલય, ઓડિશા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

Back to top button