ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

Paytm FASTag, રિચાર્જ અને UPI સહિતની કઈ-કઈ સેવાઓ આજથી થઈ બંધ? જાણો

  • આજથી પેટીએમની કઈ સેવાઓ કામ કરશે અને કઈ નહીં તેણે લઈને વપરાશકર્તાઓમાં ચિંતા

નવી દિલ્હી, 15 માર્ચ: RBIએ ગયા મહિને પેટીએમ પેમેન્ટ બેંક વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી, ત્યારબાદ બેંકની તમામ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે, કેન્દ્રીય બેંકે કહ્યું હતું કે, આ સેવાઓ 15 માર્ચ સુધી બંધ થઈ જશે. પેટીએમ પેમેન્ટ બેંક અને પેટીએમ એપના નામ એક સરખા હોવાને કારણે લોકોમાં તેને લઈને ઘણી મૂંઝવણ છે. 15 માર્ચ એટલે કે આજથી પેટીએમની કઈ સેવાઓ કામ કરશે અને કઈ નહીં તેણે લઈને વપરાશકર્તાઓમાં ચિંતા રહેલી છે.

 

RBI દ્વારા નિર્ધારિત સમયમર્યાદા અનુસાર, આજે 15 માર્ચથી પેટીએમ પેમેન્ટ બેંક(Paytm Payment Bank) સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. Paytmએ તેની તમામ સેવાઓ સંબંધિત એક મહત્વપૂર્ણ પેજ લાઇવ કર્યું છે. આ પેજ પેટીએમ એપ અને તેના વેબ વર્ઝન બંને પર ઉપલબ્ધ છે.

 

રિચાર્જ અને બિલની ચુકવણી

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, પહેલાની જેમ તમે Paytm એપની મદદથી બિલ પેમેન્ટ અને ફોન રિચાર્જ કરી શકશો. આ સેવા પહેલાની જેમ જ ચાલુ રહેશે. આ ઉપરાંત, તમે પહેલાની જેમ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મૂવી ટિકિટ અને તમારી મુસાફરીની ટિકિટ બુક કરી શકશો.

 

શું Paytm QR અને સાઉન્ડબોક્સ કામ કરશે?

આ સેવાઓ પર પણ કોઈ અસર પડશે નહીં. પેટીએમ ક્યૂઆર અને સાઉન્ડબોક્સ સેવાઓ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રહેશે. હવે પ્રશ્ન એ આવે છે કે, શું તમે Paytm પેમેન્ટ બેંક વોલેટનો ઉપયોગ કરી શકશો. આજે 15 માર્ચ પછી હવે તમને આ સેવા નહીં મળે. અત્યાર સુધી કંપની તેના દ્વારા બેલેન્સ ટ્રાન્સફર કરવાની સુવિધા આપતી હતી.

FASTag અને NCMC કાર્ડનો ઉપયોગ કરી શકશે?

આજે 15 માર્ચ પછી, હવે તમે Paytm પેમેન્ટ બેંક દ્વારા જારી કરાયેલા FASTag અને નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC કાર્ડ)ને રિચાર્જ કરી શકશો નહીં. તમારે તેમને બંધ કરવા પડશે. આ માટે તમે બેંકને વિનંતી કરી શકો છો. જે બાદ તમે નવું ફાસ્ટેગ ખરીદી શકશો.

આ બધા સિવાય તમે UPI પેમેન્ટ માટે Paytm એપનો ઉપયોગ કરી શકશો. નેશનલ પેમેન્ટ કો-ઓપરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ થર્ડ પાર્ટી UPI પેમેન્ટ માટે પેટીએમને મંજૂરી આપી છે. જો કે, તમે Paytm પેમેન્ટ બેંક વૉલેટ દ્વારા કોઈપણ ચુકવણી કરી શકશો નહીં. તમે આ એપનો ઉપયોગ થર્ડ પાર્ટી UPI એપની જેમ કરી શકો છો.

આ પણ જુઓ: SBI એ સોંપેલો ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચે સત્તાવાર વેબસાઈટ ઉપર જાહેર કર્યો

Back to top button