T20 વર્લ્ડ કપ 2024માં કયા ખેલાડીઓનાં પત્તાં કપાઈ શકે છે?
- IPL 2024માં જે ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરશે તેમને T20 વર્લ્ડ કપ 2024માં સ્થાન મળશે
- જુના ને મોટા ખેલાડીઓ જો IPLમાં સારુ પ્રદર્શન નથી કરતા તો પત્તું કપાવાની સંભાવના વધી શકે છે
મુંબઈ, 9 એપ્રિલ: T20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં યોજાવાનો છે, જેની તૈયારીઓ હાલ ચાલી જ રહી છે, ICC દ્વારા શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અત્યારે ભારતીય અને વિદેશી ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. પરંતુ જ્યારે ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ માટે પસંદગી થશે ત્યારે આઈપીએલના આંકડાઓ પર પણ નજર રાખવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ટીમની જાહેરાત 1લી મે સુધીમાં કરવામાં આવશે. તમામ ખેલાડીઓ પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, પરંતુ આમાં માત્ર 15 ખેલાડીઓને જ તક મળશે.
કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરનું IPLમાં પ્રદર્શન ઠીક-ઠીક
IPLમાં હજુ સુધી ઘણી મેચો રમાઈ નથી, તમામ મોટા ખેલાડીઓ માત્ર 4 થી 5 મેચ જ રમી શક્યા છે, પરંતુ જો આપણે તેમના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો જ્યારે કેટલાક ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સામેલ થવાના જોરદાર દાવા કરી રહ્યા છે તો કેટલાક એવા પણ ખેલાડીઓ છે જે હાલ શાંત દેખાઈ રહ્યા છે. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ હાલમાં જોવા જઈએ તો બંને ખેલાડીઓ હાલમાં IPLમાં શાંત જોવા મળ્યા છે. ક્રિકેટ ચાહકોએ એમની જોડે જે અપેક્ષાઓ રાખી હતી તેના પર આ બંને મોટા ખેલાડીઓ ખરા ઉતર્યા નથી. બંને ખેલાડીઓની જો વાત કરવામાં આવે તો ન તો તે સારી એવરેજથી સ્કોર કરી રહ્યા છે કે ન તો તેમનો સ્ટ્રાઈક રેટ એવો છે કે તેમના નામ પર વિચાર કરી શકાય. જોકે, આઈપીએલ હજુ ઘણી બાકી છે અને પસંદગીકારો શું ધ્યાનમાં રાખશે તે કહેવું મુશ્કેલ છે.
જે મોટા ખેલાડીઓ છે તેઓ જો IPLમાં તેમનું પ્રદર્શન સારુ નહીં કરે તો ચોક્કસથી T20 વર્લ્ડ કપ 2024માં તેમનું પત્તુ કપાવાની સંભાવનાઓ વધી જશે. કારણ કે હવે ICC પણ નવા ખેલાડીઓ જે IPLની મેચોમાં સારુ એવું પ્રદર્શન કરી રહ્યા છે તેમને લેવાનું પસંદ કરવાના મુડમાં છે.
આ પણ વાંચો: પાકિસ્તાન ટીમને મળ્યા નવા હેડ કોચ, T20 વર્લ્ડ કપ પહેલા આ દિગ્ગજ ટીમની કમાન સંભાળશે
આઈપીએલમાં રાહુલનું અત્યાર સુધીનું પ્રદર્શન
કે એલ રાહુલની જો વાત કરવામાં આવે તો તેઓ હાલ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન છે. તે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં અત્યાર સુધીમાં 4 મેચ રમી ચૂક્યો છે. આ ચાર મેચમાં રાહુલે માત્ર 126 રન જ બનાવ્યા છે. તેની એવરેજ 31.50 છે, જ્યારે તે 128.57ની એવરેજથી બેટિંગ કરી રહ્યો છે. આ 4 મેચોમાંથી એકમાં તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને ત્યારબાદ નિકોલસ પૂરને કેપ્ટનશિપ સંભાળી હતી. રાહુલે આ 4 મેચમાં માત્ર એક જ અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 58 રન છે. તે હાલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં 20મા નંબર પર છે.
આઈપીએલમાં શ્રેયસનું પ્રદર્શન
શ્રેયસ અય્યરની જો વાત કરવામાં આવે તો તે હાલમાં KKR એટલે કે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે. તે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ માત્ર 4 મેચ રમ્યો છે. આ દરમિયાન તેને માત્ર 91 રન જ બનાવ્યા છે. તેની એવરેજ 30.33 છે અને તે 131.88ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. શ્રેયસે આ વર્ષે આઈપીએલમાં અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી નથી. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 39 રન છે. જો આપણે આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની વાત કરીએ તો તે હાલમાં આ યાદીમાં 37માં નંબર પર છે.
આ પણ વાંચો: 1000 રન, 100 વિકેટ અને 100 કેચ… IPLના ઈતિહાસમાં આ ખેલાડીએ મેળવી સિદ્ધિ