ઘરમાં જૂતા ચંપલ પહેરવાથી કયો ગ્રહ પ્રભાવિત થાય છે? શું ધ્યાન રાખશો?
- ઘરમાં જૂતા પહેરવાનું વૈજ્ઞાનિક કે ધાર્મિક રીતે અયોગ્ય છે
- શનિવારે જૂતા ખરીદવાથી શનિની પનોતી આવે છે
- ઘરમાં મંદિરની જગ્યાએ કે તિજોરી પાસે જૂતા પહેરાતા નથી
ઘરમાં જૂતા કે ચંપલ પહેરવાનું શાસ્ત્રોમાં યોગ્ય માનવામાં આવતુ નથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઇએ તો તે યોગ્ય નથી. જુતા-ચંપલની વાત કરીએ તો તેનો સીધો સંબંધ શનિ સાથે હોય છે, તેથી શનિવારના દિવસે જૂતા ખરીદવામાં આવતા નથી.
શનિવારે જૂતા ખરીદવાથી શું થાય છે?
શનિવારના દિવસે જુતા ચંપલની ખરીદી કરવામાં આવતી નથી તેવું તમે સાંભળ્યુ હશે. તેની પાછળનું કારણ એ છે કે તેના કારણે ઘરમાં અને તમારી લાઇફમાં શનિ સંબંધિત દોષ આવી શકે છે.
ઘરમાં કેમ જુતા પહેરાતા નથી?
તમે જે જૂતા બહાર પહેરીને ઘરની બહાર ફરતા હો છો તેમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા હોય છે. જ્યારે તમે બહારના ગંદા ચંપલ પહેરીને ઘરમાં આવો છો ત્યારે તમારી કુંડળીમાં રાહુ અને કેતુ બંને ગ્રહ ખરાબ થાય છે.
ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતા રોકો
શનિના દોષથી બચવા માટે લોકો મંદિરમાં ચંપલ છોડીને આવે છે. આ ઉપરાંત ઘરના મુખ્ય દ્વાર પર પણ ચંપલ રાખવામાં આવતી નથી. આમ કરવાથી નકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે. આ ઉપરાંત ઘરમાં તિજોરીવાળા સ્થાને, મંદિરમાં જૂતા પહેરીને પ્રવેશ કરવાથી ધન રહેતુ નથી. ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. લક્ષ્મીજી ત્યાં આગમન કરતા નથી. ફાટેલા અને જુના જુતા પહેરવાથી શનિની અશુભ છાયા અને ઘરમાં દરિદ્રતા આવે છે. ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતા રોકવા આટલી બાબતોનું ધ્યાન રાખો
આ પણ વાંચોઃ નાસ્તામાં ખાવ આ એક વસ્તુઃ ફેટ જાતે જ ઓગળતી રહેશે