ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલહેલ્થ

જમવાનું બનાવવા માટે કયું તેલ છે બેસ્ટ? જાણો ફાયદા અને નુકશાન

Text To Speech
  • હેલ્ધી રહેવા માટે એ વાત પણ એટલી જ જરૂરી છે કે આપણે રાંધવામાં કયા તેલનો ઉપયોગ કરીએ છીએ. જો યોગ્ય તેલમાં પકવેલું જમવાનું નહીં હોય તો આરોગ્યને ગંભીર નુકશાન થઈ શકે છે.

યોગ્ય ખોરાકની સાથે સાથે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે કે આખરે જમવાનું કેવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે? હેલ્ધી રહેવા માટે એ વાત પણ એટલી જ જરૂરી છે કે આપણે જમવાનું બનાવવા માટે કયા તેલનો ઉપયોગ કરીએ છીએ. જો યોગ્ય તેલમાં પકવેલું જમવાનું નહીં હોય તો આરોગ્યને ગંભીર નુકશાન થઈ શકે છે. તમારે એ વાત સમજવી પડશે કે બજારમાં મળતું દરેક તેલ હેલ્ધી હોતું નથી. જાણો કઈ વસ્તુ બનાવવામાં કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ.

ભાખરી-રોટલી-પરાઠા માટે

નિષ્ણાતો કહે છે કે ભાખરી, રોટલી અને પરાઠા બનાવવા માટે ઘી બેસ્ટ છે. પરાઠા તેલ કે ઘીમાં તળવા ન જોઈએ. તેને શેકવા જોઈએ અને બાદમાં તેની પર ઘી લગાવવું જોઈએ.

દાળમાં તડકો મારવા

ભારતીય દાળ કે શાકમાં તડકો મારવા ઘી કે રિફાઈન્ડ તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ ખોટી વસ્તુ છે. દાળમાં તડકો લગાવવા માટે સરસવ, તલ કે સિંગતેલનો ઉપયોગ કરવો જોઈએ. તમે તડકો લગાવવા માટે કોલ્ડ પ્રેસ્ડ કે કાચી ઘાણીના તેલનો ઉપયોગ કરી શકો છો.

જમવાનું બનાવવા માટે કયુ તેલ છે બેસ્ટ? જાણો ફાયદા અને નુકશાન hum dekhenge news

શાકભાજી બનાવવા માટે

કેટલાક લોકો શાકભાજીને થોડા બાફીને ખાવાનું પસંદ કરે છે. શાકભાજી બનાવવા માટે ઓલિવ ઓઈલ બેસ્ટ છે. ભારત બહાર લોકો અવોકાડો ઓઈલનો પણ ઉપયોગ કરે છે, પરંતુ આપણા હવામાન પ્રમાણે ભારતીયો માટે તે યોગ્ય નથી.

દિવસભર ડાયટમાં આ તેલ કરો સામેલ

રોજ જમવાનું બનાવવા માટે તલ તેલ, સિંગ તેલ અને ઓલિવ ઓઈલનો ઉપયોગ કરવો જોઈએ, તેના કારણે ઓમેગા-3 અને ઓમેગા-6નું સંતુલન જળવાઈ રહે છે.

કયા તેલથી દુર રહેવું જોઈએ?

નિષ્ણાતોનું માનવું છે કે સનફ્લાવર, કુસુમ, વનસ્પતિ તેલ, તાડનું તેલ, કેનોલા ઓઈલથી દુર રહેવું જોઈએ. નિષ્ણાતો એમ પણ કહે છે કે જ્યારે તમે સારા તેલનો ઉપયોગ કરવાનું શરૂ કરશો તેના ત્રણ મહિના બાદ તમારા આરોગ્યમાં પરિવર્તન જોવા મળશે.

આ પણ વાંચોઃ હવે નાગાર્જુને કેન્સલ કરી માલદીવ ટ્રિપઃ નેક્સ્ટ વીક લક્ષદ્વીપ જશે

Back to top button