ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપના કયા 9 સાંસદો છે જેમને ધારાસભ્યની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો ?

  • પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા
  • 21 સાંસદોમાંથી 12સાંસદોએ વિધાનસભામાં જીત મેળવી તો 9 સાંસદોને હારનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી, 08 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રણ રાજ્યોમાં જીત મળી છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે 21 સાંસદોને ટિકિટ આપી હતી. જેમાંથી 12 સાંસદો ચૂંટણી જંગ જીતીને વિધાનસભામાં પહોંચવામાં સફળ રહ્યા છે. આ સાથે જ નવ સાંસદો એવા છે કે જેમને વિધાસભાની ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આમાંથી છ સાંસદો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોના છે જ્યાં મોદી લહેર પર સવાર ભાજપે મોટી જીત મેળવી છે.

કોણ છે આ નવ સાંસદો જેઓ વિધાનસભા ચૂંટણી હારી ગયા? આ અંગે ચર્ચા કરતા પહેલા એ જાણવું પણ જરૂરી છે કે ભાજપે કયા રાજ્યમાં કેટલા સાંસદોને અને કયા સાંસદોને ટિકિટ આપી?

  • ભાજપે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 7-7, છત્તીસગઢમાં 4 અને તેલંગાણામાં 3 સાંસદોને મેદાનમાં ઉતાર્યા હતા.

મધ્યપ્રદેશમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે, સાંસદો: રાકેશ સિંહ, ગણેશ સિંહ, રીતિ પાઠક અને રાવ ઉદય પ્રતાપ સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમાંથી તોમર, પટેલ, રાકેશ સિંહ, રીતિ પાઠક અને રાવ ઉદય પ્રતાપ સિંહ ચૂંટણી જીત્યા હતા. કુલસ્તે અને ગણેશ સિંહ ચૂંટણી હારી ગયા છે.

રાજસ્થાનમાં રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, બાલકનાથ, નરેન્દ્ર કુમાર, દેવજી પટેલ અને ભગીરથ ચૌધરીની સાથે રાજ્યસભાના સાંસદ કિરોડીલાલ મીણાએ પણ ચૂંટણી લડી હતી. આ સાતમાંથી ચાર સાંસદો – રાજ્યવર્ધન સિંહ રાઠોડ, દિયા કુમારી, બાબા બાલકનાથ અને કિરોડીલાલ મીણા ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા છે. બાકીના ત્રણ સાંસદોને વિધાનસભા ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

છત્તીસગઢમાં કેન્દ્રીય રાજ્ય મંત્રીઓ રેણુકા સિંહ અને ગોમતી સાઈની સાથે ભાજપે વધુ બે સાંસદો અરુણ સાઓ અને વિજય બઘેલને પણ મેદાનમાં ઉતાર્યા હતા. વિજ બઘેલને બાદ કરતાં બાકીના ત્રણ સાંસદોએ ચૂંટણી જીતી હતી.

તેલંગાણામાં ભાજપે બંદી સંજય, અરવિંદ ધર્મપુરી અને સોયમ બાપુરાવને મેદાનમાં ઉતાર્યા હતા. આ ત્રણેય સાંસદો ચૂંટણી હારી ગયા છે.

આ નવ સાંસદોમાંથી કેટલાક નેતાઓ જે-તે વિસ્તારમાં મજબૂત પકડ ધરાવતા નેતાઓ માનવામાં આવતા હતા, જેઓને હારનો સામનો કરવો પડ્યો છે…

કેન્દ્રીય સ્ટીલ મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે મધ્યપ્રદેશની નિવાસ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી હારી ગયા છે અને ગણેશ સિંહ સતના સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. ફગ્ગન સિંહ કુલસ્તેની ગણતરી મધ્યપ્રદેશમાં ભાજપના મોટા આદિવાસી નેતાઓમાં થાય છે. તે જ સમયે, ચાર વખત સાંસદ ગણેશ સિંહ પણ વિંધ્ય ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવતા નેતા માનવામાં આવે છે છતાં તે વિધાનસભા ચૂંટણી હારી ગયા છે.

રાજસ્થાનમાં ચૂંટણી જંગમાં હારેલા નરેન્દ્ર કુમાર, દેવજી પટેલ અને ભગીરથ ચૌધરી પણ મજબૂત નેતાઓમાં ગણાય છે.

છત્તીસગઢમાં પાર્ટીએ પાટણ સીટ પરથી ભૂપેશ બઘેલ સામે વિજય બઘેલને મેદાનમાં ઉતાર્યા હતા. વિજય બઘેલ દુર્ગના સાંસદ છે. તેઓ પણ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા છે.

તેલંગાણાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ બંડી સંજય, અરવિંદ ધર્મપુરી, સોયમ બાપુરાવને મેદાને ઉતાર્યા હતા. પરંતુ આ તમામ વિધાનસભામાં હાર્યા છે. બંને નેતાઓ બંડી સંજય અને અરવિંદ ધર્મપુરીના નામની ખૂબ ચર્ચા થઈ રહી છે. બંદી સંજયે તેલંગાણા બીજેપીના અધ્યક્ષ રહીને કેસીઆર સરકાર સામે ખુલ્લો મોરચો રાખ્યો હતો અને પદયાત્રા પણ કરી હતી. એવું કહેવાય છે કે કેસીઆર વિરુદ્ધ વાતાવરણ બનાવવાનું કામ બંદી સંજયે કર્યું પરંતુ તે પોતે પોતાની સીટ જીતી શક્યા નહીં. અરવિંદ ધર્મપુરી 2019ની લોકસભા ચૂંટણીમાં કેસીઆરની પુત્રી કવિતાને હરાવીને ચર્ચામાં આવ્યા હતા.

આ પણ વાંચો: રાજીનામાં આપનાર ભાજપના સાંસદોને સરકારી ઘર ખાલી કરવાની નોટિસ

Back to top button