વિશ્વના કયા મુસ્લિમ દેશોમાં હિન્દુ મંદિરો છે? જૂઓ અહીં સંપૂર્ણ યાદી
- વિશ્વમાં ભારત અને નેપાળ જ માત્ર હિન્દુ બહુમતી ધરાવતા દેશો છે. પરંતુ મુસ્લિમ દેશોમાં પણ હિન્દુઓની નોંધપાત્ર સંખ્યા છે
HD ન્યૂઝ ડેસ્ક, 13 ફેબ્રુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે બુધવારે UAEના BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. મુસ્લિમ દેશ UAEમાં બનેલા આ વિશાળ હિન્દુ મંદિર પર ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસિર અલએ કહ્યું છે કે ભારત અને UAE સહિષ્ણુતા અને સ્વીકારના મૂલ્યો દ્વારા તેમની મિત્રતાને વધુ મજબૂત કરી રહ્યા છે.
જોકે, UAE પહેલો મુસ્લિમ દેશ નથી. જ્યાં હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિશ્વના ઘણા મુસ્લિમ દેશો અથવા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં હિન્દુ મંદિરો આવેલા છે.
પાકિસ્તાન
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં સ્થિત કટાસરાજ મંદિર સાતમી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર પરિસરમાં રામ મંદિર, હનુમાન મંદિર અને શિવ મંદિર છે.
મલેશિયા
મલેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. પરંતુ અહીં હિન્દુ અને તમિલ સમુદાયના લોકો પણ રહે છે. મલેશિયાના ગોમ્બાચમાં બાટુ ગુફાઓમાં ઘણા મંદિરો આવેલા છે. આ ગુફાના પ્રવેશદ્વાર પર હિન્દુ દેવતા મુરુગનની વિશાળ પ્રતિમા છે.
ઈન્ડોનેશિયા
હાલમાં ઈન્ડોનેશિયા વિશ્વનો સૌથી મોટો મુસ્લિમ દેશ છે. જો કે, તેની સંસ્કૃતિમાં હિન્દુ રીતની ઝલક પણ જોઈ શકાય છે. ઈન્ડોનેશિયામાં મોટી સંખ્યામાં હિન્દુ મંદિરો છે. અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ નવમી સદીમાં બનેલા પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી છે.
બાંગ્લાદેશ
1.6 કરોડથી વધારે વસ્તી ધરાવતા દેશ બાંગ્લાદેશમાં લગભગ 10 ટકા હિન્દુઓ રહે છે. રાજધાની ઢાકામાં મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લે છે. દેશના જુદા જુદા ભાગોમાં બીજા ઘણા મંદિરો છે.
ઓમાન
ફેબ્રુઆરી 2018માં ઓમાનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની મસ્કતમાં શિવ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ સિવાય મસ્કતમાં શ્રી કૃષ્ણ મંદિર અને ગુરુદ્વારા પણ છે.
UAE
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીના રોજ UAEની રાજધાની અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. જો કે, UAE અને સાઉદી અરેબિયામાં હિન્દુ મંદિરો પહેલાથી જ અસ્તિત્વમાં છે. દુબઈ મ્યુઝિયમની સામે અને અલ ફહિદી સ્ટેશનથી થોડા અંતરે એક શિવ મંદિર છે. આ મંદિરમાં પરંપરાગત શિવલિંગ અને ભગવાન નંદીની મૂર્તિ છે. આ ઉપરાંત અહીં શિરડી તીર્થ પણ છે. દુબઈના જેબેલ અલીમાં એક હિન્દુ મંદિર પણ છે. આ મંદિરની સ્થાપના ગયા વર્ષે જ થઈ હતી.
UAEમાં બનેલું BAPS મંદિર, જૂઓ વીડિયો
#WATCH | Visuals of the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir, the first Hindu temple in Abu Dhabi.
Prime Minister Narendra Modi will inaugurate it on February 14. pic.twitter.com/l154agVh6J
— ANI (@ANI) February 12, 2024
બહેરીન
ભારતમાંથી ઘણા લોકો કામની શોધમાં બહેરીન તરફ જતા હોય છે. આમાં હિન્દુઓ પણ મોટી સંખ્યામાં છે. તેમની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને ત્યાં શિવ મંદિર અને અયપ્પા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
પીએમ મોદી બે દિવસ UAEની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 અને 14 ફેબ્રુઆરીએ UAEમાં બનેલા BAPS મંદિરનું ઉદ્ઘાટન કરવા UAEમાં જઈ રહ્યા છે. છેલ્લા 8 મહિનામાં પીએમ મોદીની આ ત્રીજી UAE મુલાકાત છે. આ દરમિયાન પીએમ મોદી કતારની પણ મુલાકાત લેશે.
Over the next two days, I will be visiting UAE and Qatar to attend various programmes, which will deepen India’s bilateral relations with these nations.
My visit to UAE will be my seventh since assuming office, indicating the priority we attach to strong India-UAE friendship. I…
— Narendra Modi (@narendramodi) February 13, 2024
આ પણ વાંચો: અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિરના ઉદ્દઘાટન માટેની તૈયારીઓ પૂરજોશમાં