IPL-2024T-20 વર્લ્ડ કપસ્પોર્ટસ

T20 World Cup 2024 માટે કઈ IPL ટીમોમાંથી પસંદ થઈ ટીમ? કઈ ટીમ રહી બાકાત?

  • T20 વર્લ્ડ કપ 2024ની ટીમ કરવામાં આવી જાહેર
  • IPL 2024 અનેક ખેલાડીઓને ફળી
  • IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની સૌથી વધુ પસંદગી

HD ન્યૂઝ ડેસ્ક, 1 મે: T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. T20 માટે BCCIએ 15 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે, જેઓ આ વર્ષના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ તરફથી રમતા જોવા મળશે. આ સાથે 4 ખેલાડીઓને રિઝર્વ તરીકે પણ રાખવામાં આવ્યા છે. આ દરમિયાન ભારતમાં અત્યારે IPL ચાલી રહી છે. તમામ ખેલાડીઓ ખુબજ સારું પ્રદર્શન કરી રહ્યા હતા અને પોતપોતાના દાવા રજૂ કરી રહ્યા હતા. પરંતુ માત્ર 15ની જ પસંદગી કરવામાં આવી છે. દરમિયાન, એ જાણવું પણ જરૂરી છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં IPLની કઈ ટીમનો દબદબો વધુ જોવા મળ્યો છે.

IPLની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં સૌથી વધુ

જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે સૌથી વધુ ખેલાડીઓની પસંદગી કરનાર IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સ છે. અગાઉ પણ અનેક વખત મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે. ટીમનો કેપ્ટન રોહિત શર્મા છે, જે હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. જ્યારે MIના કેપ્ટન હાર્દિક પંડ્યાને ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને જસપ્રિત બુમરાહને પણ વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે, જેઓ હાલમાં મુંબઈ તરફથી IPL રમી રહ્યા છે.

રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સના ત્રણ – ત્રણ ખેલાડીઓની પણ પસંદગી

T20 વર્લ્ડ કપ માટે રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓની પણ ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. RRના કેપ્ટન સંજુ સેમસનને ભારતીય ટીમમાં વિકેટ કીપર બેટ્સમેન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જ્યારે યશસ્વી જયસ્વાલ ઓપનિંગ બેટ્સમેન હશે અને યુઝવેન્દ્ર ચહલ સ્પિનની કમાન સંભાળતો જોવા મળશે. દિલ્હી કેપિટલ્સના ત્રણ ખેલાડીઓ ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. DC કેપ્ટન ઋષભ પંત ઉપરાંત અક્ષર પટેલ અને કુલદીપ યાદવને પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મળી છે.

ટીમ ઈન્ડિયામાં CSKના બે ખેલાડી, પરંતુ કેપ્ટનને ઘરે બેસવાનો આવ્યો વારો

ભારતીય ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સના શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે. જો કે આ ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી શક્યા નથી. RCBના માત્ર બે જ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજનું નામ સામેલ છે. તે જ સમયે પંજાબ કિંગ્સનો એક જ ખેલાડી ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. તે અર્શદીપ સિંહ છે. એટલે કે માત્ર 6 ટીમો એવી છે કે જેના ખેલાડીઓનું વર્ચસ્વ ભારતીય ટીમમાં દેખાઈ રહ્યું છે.

આ ટીમનો એક પણ ખેલાડી ના બનાવી શક્યો ટીમ ઈન્ડિયામાં જગ્યા

IPLની ઘણી ટીમો એવી છે કે જેઓ ટીમ ઈન્ડિયામાં એક પણ ખેલાડીને મુકી શક્યા નથી. જેમાં KKR એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને LSGમાંથી એક પણ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી. જો કે એવું કહી શકાય કે રિંકુ સિંહ KKRનો છે અને તે ભારતીય ટીમમાં છે, પરંતુ તેને રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. તેવી જ રીતે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ પણ ટીમ સાથે રિઝર્વ ખેલાડી તરીકે જોવા મળશે.

આ પણ વાંચો: T20 World Cup 2024 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિતની કેપ્ટનશિપમાં રમશે આ ખેલાડીઓ

Back to top button