ધર્મહેલ્થ

કઈ બિમારીના ઉપાય તરીકે કયું રત્ન ધારણ કરવું લાભકારી?

Text To Speech

વ્યક્તિની કુંડળી જ્યોતિષીઓ બનાવે ત્યારે તેમને એક અંદાજ હોય છે કે તે વ્યક્તિનો કયો ગ્રહ નબળો છે. જોકે, કુંડળી તો મોટેભાગે બાળક જન્મે ત્યારે જ બની જતી હોય છે અને કહેવાય છે કે બાળક નાનું હોય ત્યારે તેને કોઇ ગ્રહ કે કોઇ જ દોષ નડતો નથી. પણ બાળક જેમ જેમ મોટું થાય, પુખ્ત થાય તેમતેમ તેની કુંડળીના ગ્રહો મજબૂત અને નબળા બનતા જતા હોય છે. દરેકની કુંડળીમાં અમુક ગ્રહ એવા હોય છે કે જે ખૂબ જ સબળ હોય અને જેના કારણે તેના જીવનમાં ઘણી જ પ્રગતિ થતી હોય, પણ અમુક ગ્રહ એવા પણ હોય છે કે જે નબળા હોય અને જેના કારણે અમુક કામ અટકતાં હોય, અમુક પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઘણી વાર એવું પણ બનતું હોય છે કે કુંડળીના બીજા ગ્રહો એટલા શક્તિશાળી ન હોય તો તે વ્યક્તિ ગમેતેટલી મહેનત કરે તો પણ આગળ નથી વધી શકતી, કેમ કે તેની કુંડળીનો એક ગ્રહ એટલો નબળો હોય છે કે તેની આડઅસર બીજા ગ્રહો નથી રોકી શકતા. એ જ રીતે આપણી કુંડળીના નબળા ગ્રહોને કારણે અમુક પ્રકારની બીમારી થવાની શક્યતાઓ પણ રહેલી છે. જી હા, માત્ર જીવનમાં પ્રગતિ ઉપર જ આ ગ્રહોની અસર નથી થતી, તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ થાય છે. જેને કારણે તમે અમુક ચોક્કસ પ્રકારની બીમારીના અવારનવાર ભોગ બનતા રહો છો. આમ ન થાય તે માટે પણ રત્ન વિજ્ઞાન એવું કહે છે કે તમે રત્ન ધારણ કરશો તો એ અમુક પ્રકારની બીમારીથી ચોક્કસ બચી શકશો. મતલબ કે રત્નને કુંડળીના ગ્રહો અનુસાર ધારણ કરો તો તે જાતકના શરીરમાં રોગ સામે લડવાની શક્તિ ઉત્પન્ન કરે છે. રત્નમાં ગ્રહની ઊર્જા હોય છે અને આ શુભ ઊર્જા શરીરને સારું સ્વાસ્થ્ય બક્ષે છે. તેથી તમને પણ અમુક પ્રકારના રોગ વારંવાર થતા હોય તો તે મુજબ રત્ન ધારણ કરી શકો છો. તે તમને ચોક્કસ સહાયતા કરશે. કયું રત્ન કઈ બીમારીમાં લાભદાયી છે તે વિશે જાણી લઇએ.

પન્ના : જે માતા-પિતા પોતાનાં બાળકોમાં સારી સ્મરણશક્તિ આવે તેવું ઈચ્છતા હોય અને બાળકનું મન એકાગ્ર રહે તે માટે પ્રયત્નશીલ હોય તો તેમણે તેમના બાળકને પન્ના રત્ન અચૂક ધારણ કરાવડાવવું જોઇએ. આ રત્ન બાળક અને મોટા બંનેની યાદશક્તિ મજબૂત બનાવે છે.

નીલમ : સાંધાનો વા, વાઈ આવે, વધારે પડતી હેડકી આવતી હોય વગેરે પ્રકારની તકલીફ થતી હોય તો તે જાતકે નીલમ રત્ન ચોક્કસ ધારણ કરવું જોઇએ. સાંધાનો વા, વાઈ આવવી અને હેડકી જેવી તકલીફથી આ રત્ન છુટકારો અપાવશે.

ફિરોઝા : શરીરમાં કોઇ જગ્યાએ દુખાવો થતો હોય, અને આ દુખાવો વારંવાર થતો રહેતો હોય તે જાતકોએ ફિરોઝા રત્ન ધારણ કરવું.

મરિયમ : જે જાતકને હિમોગ્લોબિનની ખામી હોય, લોહી ઓછું હોય, લોહી પાતળું હોય તેવા જાતકોએ મરિયમ રત્ન ચોક્કસ પહેરવું જોઇએ.

માણિક : આ રત્ન પણ લોહી સાથે જોડાયેલું છે, લોહીવિકારની તકલીફ, લોહી ઓછું બનતું હોય તેમણે માણિક્ રત્ન ધારણ કરવો જોઇએ.

મોતી : ખૂબ તણાવ રહેતો હોય, મન બેચેન રહેતું હોય, વારંવાર ગુસ્સો આવતો હોય, સ્નાયુની કોઇ જાતની તકલીફ હોય તો તેમણે મોતી રત્ન ધારણ કરવું જોઇએ.

હીરો : કિડની સ્ટોનની તકલીફ હોય તેમણે હીરો ધારણ કરવો યોગ્ય રહેશે.

લાડલી : જો તમને હૃદયયરોગની તકલીફ હોય કે આંખોની કોઇપણ જાતની તકલીફ હોય તેમણે ધારણ કરવો જોઇએ.

મૂંગા : મૂંગા રત્ન ખાસ સ્ત્રીઓની સૌંદર્યને લગતી તકલીફ માટે કારગત છે. ખીલ કે ત્વચાને લગતી બીજી કોઇ સમસ્યા હોય તો તેમાં મૂંગા રત્ન ઉપયોગી નીવડે છે.

પન્ના : નીલમ અને લાજવર્ત રત્ન પેપ્ટીક અલ્સરમાં ઉપયોગી નીવડે છે. તમે તમારા ગ્રહનુસાર આ ત્રણમાંથી કોઇ પણ રત્ન ધારણ કરી શકો છો, જો તમને અલ્સરની તકલીફ હોય તો

જો દાંતને લગતી કોઇ તકલીફ હોય તો તમે લાજવર્ત, પોખરાજ અને મૂનસ્ટોન રત્ન ધારણ કરી શકો છો.

માથાનો દુખાવો, માઇગ્રેન કે સાયનસની તકલીફ હોય તો મોતી, માણેક કે પન્ના આ ત્રણ રત્નમાંથી કોઇપણ એક રત્ન ધારણ કરી શકાય. ગળાની ખરાબી હોય તો ગૌમેદ રત્ન ધારણ કરવો હિતાવહ રહેશે. આ સિવાય પણ ઘણી બીમારી એવી છે જેને નિવારવા તમને આ રત્નો ખૂબ ઉપયોગી થઇ શકે તેમ છે.

Back to top button