ડાયાબિટીસને કન્ટ્રોલમાં રાખવા કયા લોટની રોટલી ખાવી?
- જો તમે ટાઈપ ટૂ ડાયાબિટીસના દર્દી છો તો યોગ્ય અને એક્ટિવ લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ફૂડની મદદથી તેને રિવર્સ કરી શકાય છે.
શરીરમાં બ્લડ શુગરનો ચઢાવ ઉતાર ડાયાબિટીસની સમસ્યા ઉભી કરે છે. આવા સંજોગોાં એક્સપર્ટની સલાહ છે કે જો તમે ટાઈપ ટૂ ડાયાબિટીસના દર્દી છો તો યોગ્ય અને એક્ટિવ લાઈફસ્ટાઈલ અને હેલ્ધી ફૂડની મદદથી તેને રિવર્સ કરી શકાય છે. બ્લડ શુગરને મેનેજ કરવા માટે ઘઉંના લોટની રોટલીના બદલે અન્ય લોટની રોટલી ખાવી જોઈએ, તો તમે સરળતાથી બ્લડ શુગરને મેનેજ કરી શકશો.
રાગીનો લોટ
ન્યુટ્રિશન એક્સપર્ટ્સનું માનવું છે કે રાગીનો લોટ ડાયાબિટીશના દર્દીઓ માટે ફાયદાકારક છે. કાર્બોહાઈડ્રેટની ઓછી માત્રા અને ફાઈબરથી રિચ હોવાના કારણે ઘણા સમય સુધી પેટ ભરેલું રાખે છે. સાથે ફાઈબર ધીમે ધીમે ડાયજેસ્ટ થાય છે, આ કારણે બ્લડ શુગર લેવલ એકદમથી વધતું નથી અને તેને મેનેજ કરવું સરળ બની જાય છે.
જવનો લોટ
જવના લોટની રોટલી પણ ડાયાબિટીસમાં ખાવી ફાયદાકારક છે. જવની રોટલી આંતરડાને વધુ શક્તિશાળી બનાવે છે. તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે. શરીરમાં સોજો હોય તો તે પણ ઘટે છે. બ્લડ શુગરને મેનેજ કરવા માટે જવની રોટલી ખાવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
રાજગરાનો લોટ
રાજગરાનો લોટ આમ તો ફરાળમાં ખવાય છે, પરંતુ તે એન્ટી ડાયાબિટીક અને એન્ટીઓક્સિડેટિવ ઈફેક્ટ માટે જાણીતો છે. જો રાજગરાની રોટલીને રોજિંદા આહારમાં સામેલ કરવામાં આવે તે તે બ્લડ શુગર લેવલને યોગ્ય રાખવામાં મદદ કરશે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન હોય છે. સાથે મિનરલ્સ, વિટામીન્સ સાથે લિપિડની સારી માત્રા પણ હોય છે. જે ડાયાબિટીસની બીમારી માટે જરૂરી છે.
ચણાનો લોટ
ચણાનો લોટ ઘઉંના લોટની તુલનામાં ખૂબ ઓછો ગ્સાઈસેમિક ઈન્ડેક્સ ઘરાવે છે. આ સાથે સોલ્યુએબલ ફાઈબર બ્લડ શુગરને ઘટાડવામાં પણ મદદ કરે છે. એટલું જ નહિ ચણાનો લોટ લોહીમાં શુગરને જલ્દી એબ્સોર્બ થવાથી પણ રોકે છે. જેના કારણે બ્લડ શુગર લેવલ જમ્યા બાદ એકદમથી વધતું નથી.
આ વાતોનું રાખો ધ્યાન
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવાની ક્વોલિટી સાથે ક્વોન્ટિટી પણ જરૂરી છે. તેથી ક્વોન્ટિટીનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કેટલી માત્રામાં ખાવ છો તે પણ જાણો. તેના લીધે તમે મેદસ્વીતાથી બચી શકશો અને બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહેશે.
આ પણ વાંચોઃ શું તમે પણ સોશિયલ મીડિયા એડિક્ટ છો? જાણી લો આ લક્ષણો પરથી