કઈ દિશામાં માથું રાખીને સૂવું યોગ્ય ગણાય? શું કહે છે વાસ્તુના નિયમો
- વાસ્તુ પ્રમાણે ખોટી દિશામાં માથુ રાખીને સૂવાથી વ્યક્તિના જીવનમાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથુ રાખીને સૂવું ખોટું અને કઈ દિશામાં સારું છે?
જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે. વાસ્તુમાં દિશાઓનું ખૂબ મહત્ત્વ છે. એવી માન્યતા છે કે દૈનિક જીવનમાં શુભ-અશુભ દિશાઓનું ધ્યાન રાખીને કરવામાં આવેલા કામથી જીવનની બાધાઓ દૂર થાય છે. સૂતી વખતે દિશાનું ધ્યાન રાખવું જરૂરી છે. વાસ્તુ પ્રમાણે ખોટી દિશામાં માથુ રાખીને સૂવાથી વ્યક્તિના જીવનમાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. આવો જાણીએ વાસ્તુ અનુસાર કઈ દિશામાં માથુ રાખીને સૂવું ખોટું છે?
પૂર્વ દિશા
વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે. જો વ્યક્તિ આ દિશામાં માથું રાખીને સૂવે તો સ્મરણશક્તિ, એકાગ્રતા અને સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તેવી માન્યતા છે. વિદ્યાર્થીઓને આ દિશામાં સૂવાના લાભકારી પરિણામો મળશે, પરંતુ પૂર્વ દિશામાં પગ કરીને સૂવાનું અશુભ માનવામાં આવે છે.
પશ્વિમ દિશા
વાસ્તુ અનુસાર પશ્વિમ દિશામાં માથું રાખીને ન સૂવું જોઈએ. એવી માન્યતા છે કે આમ કરવાથી જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને આરોગ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે. આ દિશામાં માથુ રાખીને સૂવાથી વૈવાહિક જીવનમાં તકલીફોનો સામનો કરવો પડે છે.
સૂવા માટે કઈ દિશા શુભ?
વાસ્તુ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું સારું ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે ચુંબકીય ઊર્જાનો પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે, તેથી આ દિશામાં સૂવાથી વ્યક્તિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. સારી ઊંઘ આવે છે અને જીવનમાં ખુશહાલી આવે છે. તેથી સૂતી વખતે દિશાને મહત્ત્વ આપવામાં આવ્યું છે.
પૂર્વ દિશા એ શ્રેષ્ઠ દિશા છે. પશ્ચિમ દિશા પણ યોગ્ય છે. દક્ષિણ દિશા પણ ચાલે, પરંતુ ઉત્તર દિશા તો કોઈપણ સંજોગોમાં ન ચાલે. જ્યાં સુધી તમે ઉત્તરીય ગોળાર્ધમાં હોવ ત્યાં સુધી આ વાતનો અમલ કરવો. ઉત્તર દિશા છોડી કોઇપણ દિશામાં માથું રાખીને સૂઈ શકાય છે. જો તમે દક્ષિણ ગોળાર્ધમાં હોવ તો, માથું દક્ષિણ દિશા તરફ રાખીને ન સુવું.
આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્રથમવાર યોજાશે WWE જેવી ફાઇટ, દેશના 25 રેસલર્સ ભાગ લેશે