ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ-2024લાઈફસ્ટાઈલ

નવરાત્રીમાં આ વર્ષે છે કઈ તિથિનો ક્ષય? આઠમ અને નોમ ક્યારે ઉજવાશે?

  • નવરાત્રીમાં આ વર્ષે  ચતુર્થી તિથિની વૃદ્ધિ થઈ રહી છે, તો નવમી તિથિનો ક્ષય પણ છે. આ રીતે આ પક્ષ સંપૂર્ણ 15 દિવસનો હશે

HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી લઈને નોમ સુધી જગત જનની દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની ધૂમધામથી પૂજા કરવામાં આવે છે. માતાના નવ સ્વરૂપોની પૂજાના આ મહાન પર્વને નવરાત્રી કહેવામાં આવે છે. બે ગુપ્ત નવરાત્રી અને બે પ્રચલિત નવરાત્રી સહિત એક વર્ષમાં કુલ ચાર નવરાત્રી હોય છે. ચૈત્ર અને આસો મહિનામાં આવતી નવરાત્રીને લોકપ્રિય અને પ્રચલિત નવરાત્રી કહેવામાં આવે છે. જેમાં શારદીય નવરાત્રીના મહત્ત્વ અને તેના સ્વરૂપમાં થોડો તફાવત છે, કારણ કે શારદીય નવરાત્રીમાં પૂજા પંડાલોમાં માતાના સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે, શારદીય નવરાત્રી ગુરુવાર, અશ્વિન શુક્લ પક્ષ પ્રતિપદા તારીખ, 3 ઓક્ટોબર 2024 થી શરૂ થઈ રહી છે. આવો જાણીએ આ વર્ષે કઈ તિથિનો ક્ષય છે તેમજ આઠમ અને નોમ ક્યારે ઉજવવામાં આવશે?

નવરાત્રીમાં આ વર્ષે છે કઈ તિથિનો ક્ષય? આઠમ અને નોમ ક્યારે ઉજવાશે? hum dekhenge news

કઈ તિથિનો ક્ષય છે? ક્યારે ઉજવાશે અષ્ટમી અને નવમી

રાવણ પર વિજય પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ભગવાન શ્રીરામ દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજા પર આધારિત સપ્તમી તિથિમાં પૂજા પંડાલોમાં દેવી પ્રતિમાઓની સ્થાપના ષષ્ટી તિથિ 9 ઓક્ટોબર, બુધવારના દિવસે સવારે 7:36 પછી અને સાતમ તેમજ મૂળ નક્ષત્રમાં કરવામાં આવશે. આ વખતે ચતુર્થી તિથિની વૃદ્ધિ થઈ રહી છે, તો નવમી તિથિનો ક્ષય પણ છે. આ રીતે આ પક્ષ સંપૂર્ણ 15 દિવસનો હશે અને નવરાત્રિ સંપૂર્ણ 9 દિવસની હશે, પરંતુ અષ્ટમી અને નવમી તિથિને લઈને લોકોમાં મૂંઝવણ છે. આ વર્ષે અષ્ટમી (આઠમ) અને નવમી (નોમ) બંને 11 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. અષ્ટમી તિથિની રાત્રિ પૂજા 10 ઓક્ટોબર, ગુરુવારના રોજ મહાનિષા પર થશે. 11મી ઓક્ટોબરને શુક્રવારે મહાઅષ્ટમી અને મહાનવમી બંનેના વ્રત રાખવામાં આવશે. 11 ઓક્ટોબર, શુક્રવારે સવારે 6:28 થી 7:16 દરમિયાન પૂજા પંડાલોમાં સંધિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. નવરાત્રી સંબંધિત 9 દિવસ ચાલી રહેલા દુર્ગા સપ્તશતી પાઠના સમાપન બાદ હવન સંબંધિત કાર્ય 11 અને 12 ઓક્ટોબરે સવારે 5.47 સુધી કોઈ પણ સમયે કરવામાં આવશે. પૂર્ણ નવરાત્રી વ્રતના પારણા 12 ઓક્ટોબરને શનિવારે સવારે કરાશે.

આ પણ વાંચોઃ નવરાત્રીમાં તમે પણ અખંડ જ્યોત રાખતા હોય તો પહેલા જાણી લો આ નિયમ

વિજયાદશમી ક્યારે છે?

12મી ઓક્ટોબરને શનિવારે વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાશે. શ્રવણ નક્ષત્રમાં દુર્ગા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. શ્રવણ નક્ષત્ર 12 ઓક્ટોબરની રાત્રે 12:51 સુધી રહેશે. આ કારણોસર આખો દિવસ અને રાતે રાત્રે 12:51 સુધી મા દુર્ગાની મૂર્તિનું વિસર્જન કરી શકાયે. આ વર્ષે માતાનું આગમન નૌકા પર થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ શારદીય નવરાત્રીનો પ્રારંભ 3 ઓક્ટોબરથી, ક્યારે આવશે કયું નોરતું?

Back to top button