કયા કલરની ગાડીઓના સૌથી વધારે થાય છે અકસ્માત? જાણો કારણ


HD ન્યુઝ ડેસ્ક, 4 માર્ચ : ૨૦૨૫: નવી કાર ખરીદતી વખતે કલરનું ખૂબ જ મહત્વ હોય છે. જેથી દરેક લોકો માટે આ સવાલ ખૂબ જ મહત્વનો હોય છે કે સૌથી ખતરનાક કારનો કલર કયો છે? કાર ખરીદનારે સમજી-વિચારીને જ કારના કલરને પસંદ કરવો જોઈએ, કારણ કે કેટલાક કલરો પસંદ કરવાથી દુર્ઘટના અથવા કારના પેઇન્ટની સમસ્યાનો ખતરો વધી શકે છે. આમાં સૌથી ભયાનક બાબત અકસ્માત સાથે જોડાયેલી છે. એક રિસર્ચથી જાણવા મળ્યું છે કે, 60% લાલ કલરની કાર અકસ્માતોમાં સામેલ રહી છે. વધુમાં, સફેદ અને પીળા કલરની ગાડીઓના અકસ્માત ઘણા ઓછા થાય છે કારણ કે તે સરળતાથી દેખાઈ આવે છે, જ્યારે ડાર્ક કલરની ગાડીઓ ઘણીવાર દૂરથી દેખાતી નથી.
ઉલ્લેખનીય છે કે, મોટાભાગની સ્પોર્ટ્સ કાર લાલ કલરની જ હોય છે, જે હેવી સ્પીડ માટે બનાવવામાં આવે છે. ઓટો સેક્ટરના મોટાભાગના એક્સપર્ટ્સનું માનવું છે કે, કાર ખરીદતી વખતે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે લાઈટ અને ડાર્ક કલરની કારને લઈને બે બાબતો એકદમ સ્પષ્ટ છે. ડાર્ક કલરથી અકસ્માત થવાનું જોખમ વધારે રહે છે, જ્યારે લાઈટ કલરની કારના દુર્ઘટનાના ચાન્સ ઘણા ઓછા રહે છે.
ચોંકાવનારી બાબત એ છે કે રિસર્ચથી જાણવા મળ્યું છે કે 60% લાલ કલરની કાર અકસ્માતોમાં સામેલ રહી છે, જેથી લાલ કલરની ગાડી સૌથી વધારે ખતરનાક હોય છે. લાલ કલરને ખતરાની સાથે જોડીને જોવામાં આવે છે. આ સાથે જ એ પણ સત્ય છે કે મોટાભાગની સ્પોર્ટ્સ કાર લાલ કલરની જ હોય છે, જે હેવી સ્પીડ માટે બનાવવામાં આવે છે. આનાથી એ સમજી શકાય છે કે લાલ કલરને સૌથી વધારે ખતરનાક કેમ માનવામાં આવે છે.
આખરે કલરો અને અકસ્માતોની વચ્ચે શું સંયોજન છે તો તેનો સરળ જવાબ એ છે કે હળવા કલરની ગાડીઓ રાત્રીના અંધારામાં લાઈટ પડવાથી સરળતાથી દેખાય જાય છે, જ્યારે ડાર્ક કલરની ગાડીઓ ઘણીવાર દૂરથી દેખાતી નથી. આ કારણે જ સફેદ અને પીળા કલરની ગાડીઓના અકસ્માત ઘણા ઓછા થાય છે અને તે સરળતાથી દેખાઈ આવે છે. દિવસે પણ ડાર્ક કલર રસ્તા પર અને સૂર્યની ચમક સાથે મેળ ખાય છે અને દુર્ઘટનાનું કારણ બની જાય છે.
આ પણ વાંચો॥Realme 14 Pro Lite 5G ભારતમાં લોન્ચ, ઓછી કિંમતમાં શાનદાર ફીચર્સ