ટ્રેન્ડિંગમનોરંજન

આ સ્ટાર્સે દેશી-વિદેશી બ્રાન્ડના દારૂના ધંધામાં કર્યું છે રોકાણ

Text To Speech

મુંબઈ – 9 સપ્ટેમ્બર :  એક્ટિંગ સિવાય ફિલ્મ સ્ટાર્સ બીજી ઘણી રીતે પૈસા કમાય છે. રોકાણો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ ઉપરાંત, તેમાં પોતાના બિઝનેસ વેન્ચર્સનો પણ સમાવેશ થાય છે.બોલિવૂડની ઘણી હસ્તીઓ દારૂની બ્રાન્ડ સાથે સંકળાયેલી છે. જેમાં સંજય દત્ત, આર્યન ખાન, શાહરૂખ ખાન અને રણવીર સિંહનો સમાવેશ થાય છે.

રણવીર સિંહે એલાઈડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ (ABDL) સાથે ઈક્વિટી ભાગીદારી કરી છે. ABDL અને રણવીર નવી કંપનીમાં ભાગીદાર બનશે. ABDL એ 4 સપ્ટેમ્બર 2024 ના રોજ આ જાહેરાત કરી છે.

ABDL રૂ. 9,580 કરોડના માર્કેટ કેપ સાથે લિસ્ટેડ કંપની છે. આ ભારતીય બનાવટની વિદેશી દારૂની કંપની છે.

2023 માં, સંજય દત્તે અલ્કોબેવ સ્ટાર્ટઅપ કાર્ટેલ એન્ડ બ્રોસમાં રોકાણ કર્યું.

આ સ્ટાર્ટઅપની પ્રથમ પ્રોડક્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કી બ્રાન્ડ ગ્લેનવોક છે, જે કંપની સ્કોટલેન્ડથી આયાત કરી રહી છે.

શાહરૂખ ખાન અને તેના પુત્ર આર્યન ખાને બંટી સિંહ અને લેટી બ્લેગોએવા સાથે વ્હિસ્કીની બ્રાન્ડ ડી’યાવોલ લોન્ચ કરી.


D’YAVOL ની વ્હિસ્કી D’YAVOL INCEPTION ને 2024 માં ઇન્ટરનેશનલ સ્પિરિટ ચેલેન્જની 29મી આવૃત્તિમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.ઘણા વિદેશી સ્ટાર્સે પણ આલ્કોહોલ બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. જેમાં સ્નૂપ ડોગ, બ્રાડ પિટ અને એન્જેલિના જોલીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ગણેશ ચતુર્થી પર અંકિતા લોખંડે અને નિયા શર્માના ડાન્સથી યૂઝર્સ અકળાયા, ખરી-ખોટી સંભળાવી

Back to top button