ટ્રેન્ડિંગમનોરંજન

આલિયા ભટ્ટ કઈ અભિનેત્રીઓને માને છે પોતાની પ્રેરણા?

Text To Speech
  • આલિયાએ ફોર્બ્સ 3050 ઈવેન્ટમાં આ વાત કહી છે. આલિયાએ કહ્યું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓએ ખૂબ સારું કામ કર્યું છે અને તે મારા માટે પ્રેરણાનો ખૂબ સારો સ્ત્રોત છે.

મુંબઈ, 9 માર્ચઃ આલિયા ભટ્ટે અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરીને પોતાની પ્રતિભા સાબિત કરી છે. ઉડતા પંજાબ, ગંગૂબાઈ કાઠિયાવાડી અને રોકી ઓર રાની કી પ્રેમ કહાની સહિત અન્ય ફિલ્મો પણ આ લિસ્ટમાં સામેલ છે. આલિયા ભટ્ટે ઈન્ડસ્ટ્રીની 3 અભિનેત્રીઓને પોતાની પ્રેરણા ગણાવી છે. તેણે કહ્યું કે આ ત્રણ અભિનેત્રીઓ મારી મિત્ર પણ છે.

ત્રણ અભિનેત્રીએ બતાવ્યો રસ્તો

આલિયાએ ફોર્બ્સ 3050 ઈવેન્ટમાં આ વાત કહી છે. આલિયાએ કહ્યું કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓએ ખૂબ સારું કામ કર્યું છે અને તે મારા માટે પ્રેરણાનો ખૂબ સારો સ્ત્રોત છે. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ આ બધા એવા કલાકારો છે જે મારા મિત્રો પણ છે. હું તેમના વખાણ કરું છું. મારે તેમને વધુ શ્રેય આપવો પડશે કેમકે તેમણે મને અને મારા જેવી અનેક અભિનેત્રીઓને માર્ગ બતાવ્યો છે. તેમણે અમારા માટે રસ્તો બનાવ્યો છે.

આલિયા ભટ્ટ કઈ અભિનેત્રીને માને છે પોતાની પ્રેરણા? hum dekhenge news

અભિનેત્રીએ આગળ કહ્યું કે મને લાગે છે કે આપણે એવા સમયમાં રહીએ છીએ જ્યાં વિવિધતા સમયની માંગ છે. તમે દુનિયાના અલગ અલગ ભાગમાંથી અલગ અલગ ચહેરાઓને જોવા ઈચ્છો છો અને વિવિધ રીતે તેમને બોલતા જોવા ઈચ્છો છો. જોકે આ બધા એક જ ઈન્ડસ્ટ્રીનો ભાગ છે.

પહેલા પણ કર્યા હતા દીપિકાના વખાણ

ગયા વર્ષે કોફી વિથ કરણ સીઝન-8ના એક એપિસોડમાં કરણ જોહરે કરીના કપૂરને પૂછ્યું હતું કે શું તેને લાગે છે કે દીપિકા સાથે તેને કોમ્પિટિશન છે. ત્યારે તેણે કહ્યું હતું કે આ સવાલ આલિયાને પૂછવો જોઈએ. આલિયાએ કહ્યું હતું, જી નહીં, બિલકુલ નહીં, તે મારી સીનિયર છે, કોઈ કોમ્પિટિશન હોઈ જ કેવી રીતે શકે?

આ પણ વાંચોઃ બોલિવૂડ-ટોલીવુડનું ડ્રગ સિન્ડિકેટ સાથે કનેક્શન, ડ્રગ મનીથી બની ફિલ્મો, ઉધયનિધિ સ્ટાલિનનું નામ પણ આવ્યું સામે

Back to top button