ટ્રેન્ડિંગનેશનલસંવાદનો હેલ્લારો

ક્યા ચોર બનેગા રે તુ? ચોરી કર્યા બાદ ચોર પોતાની બાઇક જ ભૂલી ગયો પછી તો..

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 27 જૂન, સામાન્ય રીતે, જ્યારે ચોર ઘરમાંથી ચોરી કરવા જાય છે, ત્યારે તેઓ અત્યંત સાવધાની સાથે જાય છે. ત્યાં કોઈ કડીઓ છોડવા માંગતા નથી. ચોરી કર્યા પછી, ચોર જલ્દીથી તે જ જગ્યાએ જતા નથી. પરંતુ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાં ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટના જોઈ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. યુપીના બાંદામાં ચોરીને અંજામ આપવા આવેલો ચોર તેની બાઇક સ્થળ પર જ ભૂલીને ત્યાંથી ભાગી ગયો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તે પોતાની બાઇક લેવા માટે સવારે ત્યાં પાછો ત્યાં જ પહોંચ્યો. આ પછી જેના ઘરમાં ચોરી થઈ હતી તેણે બાઇક આપવાની ના પાડી દીધી હતી. જેથી નારાજ થયેલો ચોર ગાળો બોલીને ત્યાંથી ભાગી ગયો હતો. હવે પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે.

ચોરે રાત્રે ચોરી કરી, પુરાવા તરીકે બાઇક મુકી

સામાન્ય લોકો હજુ પણ ચોરીની આ ઘટનાને પચાવી શક્યા નથી. બાંદા જિલ્લામાં જેરી કોઠી લાલુના કેમ્પમાં રામસિયા નિષાદના ઘરમાં રાત્રે એક ચોર ઘૂસી આવ્યો હતો. તેણે ઘરમાં રોકડા 15,000 રૂપિયા કાઢી લીધા હતા. અવાજ સાંભળીને ઘરના લોકો જાગી ગયા હતા. પરિવારમાંથી પુત્ર જાગી ગયો અને તેણે હોહા કરી મૂકી અને ચોરી કરવા આવેલો ચોર ભાગી ગયો. આ દરમિયાન તે તેની બાઇક ત્યાં જ ઘરે છોડી ગયો હતો.

પોલીસ પોતે પણ આશ્ચર્યચકિત થઈ

સવારે જ્યારે ઘરના માલિકે જોયું તો તે ચોંકી ગયો. રસપ્રદ વાત એ છે કે સવારે ચોર પોતે બાઇક લેવા માટે માલિકના ઘરે પહોંચ્યો હતો. જ્યારે ચોર બાઇક લેવા માટે આવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. તેણે બાઇક લેવાની જીદ પણ કરી, પરંતુ જ્યારે તેને આપવાની ના પાડવામાં આવી તો ચોરે ગાળો બોલવાનું શરૂ કર્યું હતું જેથી ઘરના માલિકે તેના પર દુર્વ્યવહારનો આરોપ પણ લગાવ્યો. જે બાદ ઘરના માલિકે પોલીસ સ્ટેશન પહોંચી અને આ મામલે ચોર વિરુદ્ધ ફરિયાદ કરી. આ વાત સાંભળતાની સાથે જ પોલીસ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને ફરિયાદના આધારે કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો..એક પત્નીએ ઘરની ટાંકીમાં ભેળવી દીધા દૂધ-ખાંડ અને ચાઃ જાણો શું છે ઘટના

Back to top button