ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

પ્રયાગરાજ બાદ હવે કુંભ મેળાનું આયોજન ક્યાં થશે? આ રાજ્યની સરકારે તો તૈયારીઓ શરુ કરી દીધી

પ્રયાગરાજ, 26 ફેબ્રુઆરી 2025: 13 જાન્યુઆરીના રોજ પોષી પૂનમના રોજ શરુ થયેલો મહાકુંભનું આજે સમાપન થઈ રહ્યું છે. આજે મહાશિવરાત્રીના દિવસે મહાકુંભમાં લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને સંગમમાં પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે. માન્યતા છે કે, ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર જ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. સાથે જ આ તિથિ પર ભગવાન શિવે શિવલિંગ રુપ ધારણ કર્યું હતું. આ કારણે અહીં સ્નાન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. પ્રશાસન તરફથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં 41 લાખથી વધઆરે લોકોએ ગંગામાં પવિત્ર ડુબકી લગાવી ચુક્યા છે. તો વળી આ સ્નાન સાથે પ્રયાગરાજના આ મહાકુંભનું સમાપન થઈ રહ્યું છે. ત્યારે આવા સમયે લોકોના મનમાં સવાલ એ છે કે હવે આગામી કુંભ મેળો ક્યાં અને ક્યારે યોજાશે?

હવે પછી અહીં યોજાશે કુંભ મેળો

અહીં ઉલ્લેખનિય છે કે, પ્રયાગના આ મહાકુંભના સમાપન બાદ હવે આગામી મહાકુંભ હરિદ્વારમાં ગંગા તટ પર આયોજીત થશે. આ કુંભ મેળો ઠીક 2 વર્ષ બાદ 2027માં અને તેને અર્ધકુઁભ 2027ના નામથી ઓળખવામાં આવશે. તેને લઈને આજથી જ ઉત્તરાખંડ સરકારે પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારના આદેશ પર હરિદ્વારના સરકારી અધિકારીઓએ અર્ધકુંભ 2027ની તૈયારીઓને લઈને બેઠક કરી હતી.

બેઠક બાદ આઈજીએ કહી આ વાત

આ બેઠક બાદ આઈજી ગઠવાલ રાજીવ સ્વરુપે કહ્યું કે, અર્ધકુંભ મેળો 2027ની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. આજે તમામ વિભાગોનું પ્રેંજેટેશન થયું, જેમાં ગૃહ વિભાગે પણ પ્રેજેંટેશન આપ્યું. 2027માં થનારા કુંભ માટે ટ્રાફિક પ્લાન શું હશે, પાર્કિંગની વ્યવસ્થા કેવી હશે. ભીડને કેવી રીતે મેનેજ કરી શકાય.તેના પર પ્લાન રજૂ કરવામાં આવ્યા, સાતે જ અમારે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, તેના પર પણ વાત કરવામાં આવી છે. કમિશનર અને તમામ વિભાગ આ સંબંધમાં કામ કરશે, આગળની રુપરેખા તૈયાર કરી લેવામાં આવી છે.

ટૂંક સમયમાં સીએમ કરશે બેઠક

તો વળી અર્ધકુંભ 2027ની તૈયારીઓ પર કમિશનર ગઢવાલ વિનય શંકરે પાંડેએ કહ્યું કે, સીએમે સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, 2027માં થનારા મેળા કુંબના નામથી આયોજીત કરવામાં આવશએ અને દરેક સ્તર પર તૈયારીઓ થશે. આ મેળો ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત હોવો જોઈએ. આવનારા શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ મળવી જોઈએ અને તેમને કોઈ તકલીફ થવી જોઈએ નહીં. આ સંબંધમાં અમે પહેલા પણ બેઠક કરી છએ અને કેટલીય ભલામણો મળી છે. બેઠકમાં આ તમામ બાબતો પર ચર્ચા થઈ છે. અહીંના પ્રશાસને પણ ઘણું કામ કર્યું છે. ટૂંક સમયમાં તેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. આગામી 2027ના કુંભ મેળાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે અને મેળો ભવ્ય, દિવ્ય અને સુરક્ષિત હશે.

આ પણ વાંચો: મહાશિવરાત્રી પર દેશભરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી, સોમનાથ મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે

Back to top button