ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

લોકસભા-2024: મતદાનના દિવસે આંગળી ઉપર લગાવવાની શાહી ક્યાંથી આવશે, જાણો

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતમાં મતદાનના દિવસે ગેરરીતિ ટાળવા મતદારની પહેલી આંગળીએ શાહીથી નિશાન કરવામાં આવે છે જે ઘણા અઠવાડિયા સુધી ટકી રહે છે. આ વખતે સંભવતઃ આગામી એપ્રિલ-મે મહિનાઓ દરમિયાન યોજનારા 2024ની લોકસભા ચૂંટણી માટે આવી જ શાહી માટેની તૈયારી થઈ છે. કૂતુહલ ધરાવતા નાગરિકોને પ્રશ્ન થઈ શકે કે આ શાહી ક્યાંથી અને કેવી રીતે આવતી હશે? તેનો ખર્ચ શો થતો હશે? વગેરે.

વાસ્તવમાં આ વખતે મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડને આગામી ચૂંટણી માટે 28 લાખ શાહીની શીશી બનાવવાનો ઓર્ડર મળ્યો છે. આ એ જ શાહી જે મતદારના ડાબા હાથની આંગળી પર ઘેરા જાંબુડિયા રંગનું નિશાન છોડી દે છે. આ શાહી મતદારની આંગળીમાં એટલા માટે લગાવવામાં આવે છે જેથી સાબિત થાય કે તેણે મત આપ્યો છે. કર્ણાટક સરકાર 1962થી ચૂંટણી પંચ માટે શાહીનું ઉત્પાદન કરી રહી છે. મૈસુર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કે મોહમ્મદ ઈરફાને ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમારો કુલ ઓર્ડર લગભગ 26.5 લાખ શાહીની શીશીઓ તૈયાર કરવાનો છે. આજ સુધીમાં કુલ સામગ્રીમાંથી લગભગ 60% રાજ્યોમાં મોકલવામાં આવી છે.

શાહીની શીશી 24 રાજ્યોને મોકલવામાં આવી

મોહમ્મદ ઈરફાને કહ્યું કે લગભગ 24 રાજ્યોને તેમના હિસ્સાની શાહી આપવામાં આવી છે. બાકીનો ઓર્ડર 20 માર્ચની આસપાસ પૂર્ણ કરાશે. શાહીની 10 મિલીલિટરની શીશીનો ઉપયોગ આશરે 700 લોકોની આંગળીઓ પર નિશાન લગાવવા માટે કરી શકાય છે. એક મતદાન કેન્દ્ર પર લગભગ 1200 જેટલા મતદાતા આવે છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની શરૂઆત આઝાદી પૂર્વે 1937માં મૈસુર લેક ફેક્ટરી નામથી મૈસૂર રાજયના નલવાડી કૃષ્ણરાજા વોડેયારે કરી હતી. 1947માં ફેક્ટરીનું નામ બદલીને મૈસૂર પેઈન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ રાખવામાં આવ્યું હતું. 1962 પછી, આ એકમાત્ર સરકારી ફેક્ટરી છે જે દેશમાં તમામ જાહેર ચૂંટણીઓ અને રાજ્યની ચૂંટણીઓ માટે શાહી સપ્લાય કરે છે.

એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાશે

એપ્રિલ-મેમાં યોજાનારી ચૂંટણી માટે 12 લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. આ શાહી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઑોફ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ-નેશનલ ફિઝિકલ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે. આ શાહીના ચિહ્ન માનવીની ત્વચા પર સામાન્ય રીતે ત્રણ દિવસ સુધી રહે છે, જ્યારે નખ પર એક સપ્તાહ સુધી રહે છે. COVID-19 ફાટી નીકળવો એ કદાચ એકમાત્ર અવસર હતો જ્યારે ચૂંટણી પંચે બિન-ચૂંટણીલક્ષી હેતુઓ માટે શાહીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024માં કેટલા લોકો મતદાન કરી શકશે? નવા મતદારોની સંખ્યા કેટલી છે?

Back to top button