અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે રમાશે, ટિકિટ ખરીદવા માટે પડાપડી થઈ
![](https://www.humdekhenge.in/wp-content/uploads/2025/02/match.jpg)
અમદાવાદ, 10 ફેબ્રુઆરી 2025: ક્રિકેટના ચાહકો માટે 12 તારીખનો દિવસ અમદાવાદમાં મજાનો સાબિત થવાનો છે. કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવા જઈ રહી છે. આ મેચ જોવા માટે યુવાનો અને ખાસ તો ક્રિકેટના રસિયાઓએ 12 ફેબ્રુઆરીની આ મેચ માટે ટિકિટની વેતરણમાં પડ્યા હશે. ત્યારે આ મેચ જોવા માટે ટિકિટ ક્યાંથી ખરીદવી તે સૌથી મોટો સવાલ હોય છે, તો આવો તેના વિશે તમામ વિગતો આપને જણાવી દઈએ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. જેના માટે ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ખરીદી શકાશે. સૌથી મોટી વાત એ છે કે આ ટિકિટનો ભાવ તાજેતરમાં 500થી લઈને 12500 સુધીનો ભાવ છે. ત્યારે હાલમાં આ ટિકિટ ખરીદવા માટે લોકોને સ્ટેડિયમ ખાતે ઉમટી રહ્યા છે અને ઊંચા દામ આપીને પણ ટિકિટ ખરીદી આ મેચનો આનંદ માણવા માગતા અનેક લોકો આપને સ્ટેડિયમ બહાર જોવા મળી જશે.
અહીં ઉલ્લેખનિય છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન ડે 6 ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાઈ હતી, જ્યારે બીજી વન ડે મેચ કટકમાં 9 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી. જ્યારે હવે ત્રીજી વન ડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં રમાવાની છે.
આ મેચ જોવા માટે કેટલાય ક્રિકેટના ચાહકો અત્યારથી આતુર છે. અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ જોવા માટે ટિકિટ લઈને જેવું પડશે. તેના માટે ટિકિટનું વેચાણ 9 ફેબ્રુઆરીથી શરુ થઈ ગયું છે. સ્ટેડિયમ ખાતેથી પણ લોકો ઊંચા દામ આપીને ટિકિટ ખરીદી રહ્યા છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની જાહેરાત અનુસાર, આ મેચની ટિકિટનું ઓનલાઈન વેચાણ 4 ફેબ્રુઆરીથી બુક માય શો એપ પર શરુ થઈ ગયું છે. આ ટિકિટ ખરીદવાના લોકોને ટિકિટ તેમના આપેલા સરનામા પર પહોંચાડવામાં આવશે.
જ્યારે આવી જ રીતે તમારે ફિઝિકલ ટિકિટ ખરીદવા હોય તો 9-11 ફેબ્રુઆરીની વચ્ચે ખરીદી શકાય છે.જ્યાં સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી સ્ટેડિયમ ખાતેથી ટિકિટ મળી રહેશે. ત્યારે આ ટિકિટ ખરીદવા માટે હજુ કાલના દિવસનો સમય છે. કેમ કે 12 તારીખે મેચ રમાવાની છે. ભારત અને ઈંગ્લેન્ડની મેચ જોવા માટે લોકો ઉત્સાહિત છે. જેના માટે 500-12500 રુપિયા ખર્ચીને પણ ટિકિટ લેવા પડાપડી થઈ રહી છે.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો, આ યુવા ખેલાડી ઈજા પહોંચતા ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર